Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોઃ જિલ્લો રામમયઃ મહાનુભાવો જોડાયા

શ્વાસની જેમ જ શ્રીરામ આપણા સૌના જીવનમાં વણાયેલા છેઃ જન્મથી મૃત્યુ સુધી વણાયેલુ છે રામનામઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલઃ

અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જામનગર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલ રામ રાજ્ય નાટક, મહાઆરતી, રામધૂન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર હાલાર પંથક રામમય બન્યું છે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના નાગરિકો દ્વારા આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે જામનગરના ખીમલિયા, મોરકંડા, મોડપર તથા જાંબુડા સહિતના ગામે રામ રાજ્ય નાટક, મહાઆરતી, રામધૂન, શોભાયાત્રા, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ સહભાગી થયા હતાં અને હર્ષભેર શ્રીરામ મહોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, આપણા શ્વાસની જેમ જ રામ આપણા સૌના જીવનમાં વણાયેલા છે. જન્મથી લઈ મૃત્યુ સુધી રામ નામ આપણી સાથે જ જોડાયેલું છે ત્યારે આજે ભગવાન રામ અને આપણ સૌના આરાધ્ય દેવ એમના ઘેર અયોધ્યા પધાર્યા છે ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે અને જન જન દ્વારા આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે જે ખૂબ જ આનંદ અને ગૌરવની ક્ષણ છે. આ વેળાએ મંત્રી સાથે જમનભાઈ રાઠોડ, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, નરેન્દ્રસિંહ જાડેજા, ચંદુભાઈ કેર, ગિરિરાજસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh