Advertisement
Author: નોબત સમાચાર

જામનગર લોહાણા મહાજન વાડી સ્થિત રામ મંદિરમાં લોહાણા મહાજન દ્વારા ભક્તિભાવપૂર્વક કરાયા રામલલ્લાના વધામણા

અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ

જામનગર તા. ર૩ઃ અયોધ્યામાં રામજન્મ સ્થાન પર નિર્માણ કરાયેલા ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરના વધામણા 'છોટીકાશી' જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે, લોહાણા મહાજનવાડીના પૌરાણિક રામમંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રદ્ધાભેર કરવામાં આવ્યા હતાં.

જામનગર મહાનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત લોહાણા મહાજનવાડીમાં સદીઓ જુનું પૌરાણિક મંદિર રામભક્તો માટે આસ્થાનું મહત્ત્વનું ધર્મસ્થાન છે. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રામભક્તો ટી.વી. પર નિહાળી શકે તે માટે વિશાળ પડદા પર સવારથી બપોર સુધી સમગ્ર અયોધ્યા ધર્મોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આ અવસરે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્ત સમયે મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, મંત્રી રમેશભાઈ દત્તાણી, ઓડિટર હરેશભાઈ રાયઠઠ્ઠા (સી.એ.) સહિતના અગ્રણીઓએ ઉતારી હતી. ભગવાન શ્રી રામચંદ્રજીની આરતીમાં લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ સાથે ખોજા સમાજના શહેર-જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ જોડાઈને કોમી એક્તાનું ઉમદા દૃષ્ટાંત પૂરૃં પાડ્યું હતું. આ પૂર્વે રામ મંદિરના શીખર પર ધ્વજારોહણ કરાયું હતું, જેનો લાભ પણ સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલે લીધો હતો.

લોહાણા મહાજનવાડી સ્થિત રામ મંદિરમાં અયોધ્યાના ધર્મોત્સવ અવસરે તા. રર ના વહેલી સવારથી સાંજ સુધી અખંડ રામધૂનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh