Advertisement
Author: નોબત સમાચાર

પત્ની સગાઈમાં જતાં પતિએ લાકડીથી માર મારી ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ

સિક્કામાં રહેતા પતિ, સાસુ-સસરા સામે ત્રાસ આપ્યાની રાવઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના અંધાશ્રમ નજીક દવાબજાર કોલોનીમાં રહેતા એક મહિલા ગઈકાલે પાડોશમાં યોજાયેલા સગાઈ પ્રસંગમાં જતાં ઉશ્કેરાયેલા પતિએ લાકડીથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સિક્કામાં સાસરૃ ધરાવતા કલ્યાણપુરના યુવતીએ ત્રાસ આપતા પતિ, સાસુ-સસરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના અંધાશ્રમ નજીકની દવાબજાર કોલોનીમાં બુદ્ધવિહાર ચોકમાં રહેતા સુરેખાબેન પ્રદીપભાઈ ધવને ઉર્ફે સોનલબેન (ઉ.વ.ર૪) નામના પરિણીતાને ગઈકાલે પતિ પ્રદીપ વસંતભાઈ ધવનેએ લાકડીથી ફટકાર્યા હતા.

લગ્નજીવન દરમિયાન નાની બાબતોમાં અવારનવાર બોલાચાલી કરતા પતિએ ગઈકાલે સુરેખાબેન પાડોશમાં યોજાયેલા એક સગાઈ પ્રસંગમાં જતા તે બાબત ન ગમતા ફરીથી બોલાચાલી કર્યા પછી ઘરમાંથી લાકડી કાઢી હતી. સુરેખાબેનને મ્હોં પર લાકડી મારવા ઉપરાંત દીવાલ સાથે અફડાવવામાં આવ્યા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા સુરેખાબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

કલ્યાણપુર શહેરમાં વસવાટ કરતા રૃપલબેન અશોકનાથ ગોસાઈના લગ્ન વીસેક વર્ષ પહેલાં જામનગર તાલુકાના સિક્કાની પંચવટી કોલોનીમાં રહેતા દીપકગીરી ભગવાનગીરી ગોસ્વામી સાથે થયા પછી એકાદ વર્ષ સુધી સારી રીતે રાખી પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. ઘરકામ સહિતની બાબતોમાં ત્રાસ આપતા પતિ દીપક તેમજ સાસુ પુષ્પાબેન, સસરા ભગવાનજીએ વારંવાર મારકૂટ પણ કરતા અને આખરે ઘરમાંથી કાઢી મુકતા પિયર પરત ફરેલા રૃપલબેન ઉર્ફે કવિતાબેને ગઈકાલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh