Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ ધોરીમાર્ગ પર મોડપર પાસે ત્રિપલ અકસ્માતઃ જામનગરના સાત વ્યક્તિ ઘવાયા

ખારાવેઢાથી પરત ફરતી વખતે ટ્રકે બે મોટરને ઠોકર મારીઃ તરૃણને અમદાવાદ ખસેડાયોઃ

જામનગર તા. ૨૩ઃ જામનગર તાલુકાના ખારાવેઢા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાંથી રવિવારે રાત્રે પરત ફરતા જામનગરના બે પરિવારની બે મોટર સાથે કાલાવડ ધોરીમાર્ગ પર મોડપર નજીક ટ્રક ટકરાઈ પડતા સાત વ્યક્તિને ઈજા પહોંચી છે. વધુ ઘવાયેલા એક તરૃણને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધી ટ્રક ડીટેઈન કર્યાે છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા મુરલીધર નગરની શેરી નં.૧૧માં રહેતા મૂળ ખારાવેઢા ગામના હિતેશભાઈ આંબાભાઈ ભંડેરી તથા તેમના પત્ની અને બાળકો રવિવારે ખારાવેઢા ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે જીજે-૧૦-ડીએન ૨૯૦૬ નંબરની બલેનો મોટરમાં ગયા હતા. તેમની સાથે જામનગરથી પિતરાઈ ભાઈ જયેશભાઈ ભંડેરી પણ જીજે-૧૦-ડીએન ૪૯૦૭ નંબરની બીજી મોટરમાં પત્ની સંગીતાબેન, પુત્રી હિતાંશી, પુત્ર ધ્રુવીક તથા અનીલાબેન સાથે ખારાવેઢા લગ્નપ્રસંગમાં આવ્યા હતા.

પ્રસંગ પૂર્ણ થયા પછી રવિવારે રાત્રે અગિયારેક વાગ્યે હિતેશભાઈ તથા જયેશભાઈ પોતપોતાની મોટરમાં પરિવાર સાથે જામનગર પરત આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે કાલાવડ ધોરીમાર્ગ પર મોડપર ગામથી આગળ પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૩-એડબલ્યુ ૪૨૦૩ નંબરના ટ્રકે હિતેશભાઈની મોટર સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો અને તે પછી પાછળ આવી રહેલી જયેશભાઈની મોટરને પણ હડફેટે લીધી હતી.

આ અકસ્માતમાં હિતેશભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા ઉપરાંત માથામાં ઈજા થવા પામી છે. જ્યારે જયેશભાઈની મોટરમાં આવી રહેલા સંગીતાબેન, હિતાંશી, ધ્રુવીક, અનીલાબેન અને જયેશભાઈના ભત્રીજા જેનીલ (ઉ.વ.૧૭)ને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી.

ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ જેનીલને ગંભીર ઈજા થઈ હોય અમદાવાદ લઈ જવાનો અભિપ્રાય આપતા આ તરૃણને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં પંચકોશી-એ ડિવિઝનના જમાદાર પી.વી. જાડેજા તથા સ્ટાફ દોડી આવ્યા હતા. પોલીસે હિતેશભાઈ ભંડેરીની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી ટ્રક ડીટેઈન કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh