Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વર્તમાન તથા પૂર્વ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનઃ
જામનગર તા. ર૩ઃ જામનગરના સ્વ. હસમુખભાઈ ગોકળદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત જી.ડી. શાહ ગ્રુપ ઓફ સ્કૂલ્સનો વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ 'વૈવિધ્યમ્-ર૦ર૪' સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા શાળાના વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય રિવાબા જાડેજા, અતિથિવિશેષ પદે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ડેપ્યુટી કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ કવનભાઈ લીંબાસિયા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત સંસ્થાના માનદ્ વકીલ હેમલભાઈ ચોટાઈ, સીએ ધવલભાઈ શાહ, શાળાના સંચાલકો, આચાર્યો, પૂર્વ આચાર્યો, પૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા હાલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમારોહમાં ઉપસ્થિત ધારાસભ્ય રિવાબા જાડેજા તથા કવનભાઈ લીબાસિયાનું સ્વાગત-સન્માન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જતિનભાઈ શાહ, ટ્રસ્ટી પરિવારના અલ્પાબેન અને નીતાબેન, ટ્રસ્ટી અશ્વિનભાઈ, મનોજભાઈએ કર્યું હતું.
ધારાસભ્ય રિવાબા જાડેજાએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં શાળાના મેનેજમેન્ટ, આચાર્યો તથા વિદ્યાર્થીઓ તેમજ જી.ડી. શાહની ટીમને વાર્ષિકોત્સવના આયોજન બદલ બિરદાવી અભિનંદન આપ્યા હતાં. શિક્ષણની સાથે રમતગમત તથા સાંસ્કૃતિક વારસાની જાળવણી અને કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો હતો. શાળાઓ દ્વારા કરવામાં આવતા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતાં. કવનભાઈ લીંબાસિયાએ તેમના માહિતીસભર વક્તવ્યમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેવી રીતે આગળ વધવું, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી વગેરે અંગે ઉપયોગી જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓ દ્વારા ગત્ વર્ષો દરમિયાન તથા હાલમાં અભ્યાસિક, રમતગમત તથા ઈત્તર પ્રવૃત્તિઓ સહિત દરેક ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ, ઉપલબ્ધીઓ તેમજ શાળાઓ દ્વારા કરવામાં આવેતી તમામ પ્રવૃત્તિઓની ઓડિયો વિઝ્યુલ રજૂઆત કરવામાં આવી હતી.
આ સાંસ્કૃતિક મહોત્સવમાં અભ્યાસ, સ્પોર્ટસ, સાંસ્કૃતિક અને ઈત્તર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરેલ હાલના વિદ્યાર્થીઓ તથા જુદા જુદા ક્ષેત્રમાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શ્રીમતી રિવાબા જાડેજા, કવનભાઈ લીંબાસિયા, મેનેજિંગ ટ્રસ્ટી જતિનભાઈ શાહ, ટ્રસ્ટી મનોજભાઈ અને અશ્વિનભાઈ શાહ તથા ઈ.ચા. આચાર્ય શ્રીમતી રશ્મિબેન દ્વારા સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જતિનભાઈ શાહ દ્વારા શ્રીમતી રિવાબ જાડેજાને તથા શાળાના ડી..ઓ.ઈ. રીટાબેન અને ઈ.ચા. આચાર્ય રશ્મિબેન દ્વારા કવનભાઈ લીંબસિયાને સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતાં.
મેનેજિંગ ટ્રસ્ટી જતિનભાઈ શાહ દ્વારા આભારદર્શન વક્તવ્યમાં મુખ્ય મહેમાન, અતિથિવિશેષ, બહોળી સંખ્યામાં હાજર રહેલ અન્ય શાળાના સંચાલકો, મહાનુભાવો, વાલીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિગેરે તમામનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ તથા ટીમ જી.ડી. શાહ દ્વારા કરવામાં આવેલી મહેનતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં.
કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શાળાના શિક્ષક ચિરાગભાઈ પંડ્યા, શ્રીમતી જલ્પા ગાંધી તેમજ શાળાની વિદ્યાર્થિની કુ. રિદ્ધિ ગઢવી તથા કાદરી ફાતેમાએ સેવા આપી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial