Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૃ આયોજનઃ
જામનગર તા. ૨૩ઃ કલેક્ટર કચેરીના સખાભંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા મહેસુલ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં મંત્રીએ સૂચન કરતા જણાવ્યું કે, ઉનાળાને લઈ જામનગર જિલ્લામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૃ આયોજન હાથ ધરી માસ્ટર પ્લાન તૈયાર કરવો જરૃરી છે. તેમજ સમયસર વહીવટી તથા તાંત્રિક મંજૂરીઓ મેળવી લોકઉપયોગી કામ હાથ ધરવા મંત્રીએ જણાવ્યું હતું. સૌની યોજના, નલ સે જલ યોજના વગેરે થકી પૂરતા પ્રમાણમાં હાલ પાણી મળી રહ્યું છે તેમ છતાં ભવિષ્યમાં પાણીની તંગીનો સમય ઉભો થાય તો લોકોને મુશ્કેલી ન પડે તેથી સમગ્ર જિલ્લાને આવરી લેતું આગોતરૃં આયોજન હાથ ધરવું જરૃરી છે.
મહેસૂલ વિભાગના પ્રશ્નો પરત્વે મંત્રીએ જણાવ્યું કે, રી સર્વેના ઉકેલ માટે સરકાર દ્વારા યોગ્ય મશીનરી, સ્ટાફ ફાળવવામાં આવતા કામમાં ગતિ જવા મળી રહી છે. આગામી સમયમાં પણ આ પ્રમાણે જ ઝડપી કામગીરી હાથ ધરી અરજદારોના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા તેમજ બિનખેતી, ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓને જમીન ફાળવણી, ગામતળનો પ્રશ્ન, જમીન નીમ કરવી તેમજ સમાજના વિકાસ માટેના જમીન અંગેના પ્રશ્નો પર ઝડપી કાર્યવાહી હાથ ધરવા સૂચન કરાયું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કલેક્ટર બી.એન. ખેર, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રેયાંશ હરદયા, ડીઆઈએલઆર ફોરમ કુબાવત સહિત લગત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial