Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેતરફ શ્રીરામના જયઘોષ સાથે 'રામમય' માહોલ

ખંભાળીયા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક ગામોમાં અદ્દભૂત શણગાર સાથે તોરણો, કેશરી ધજા, રામ પ્રસંગોના ચિત્રો તથા રામ-લક્ષ્મણ સીતાની વેશભૂષા સાથેના યુવાનો-બાળકો દ્વારા ભવ્ય કાર્યક્રમો શરૃ થઈ ગયા હતાં. ખંભાળીયામાં નગરગેઈટ પાસે રામમંદિર તરફના બન્ને રસ્તા તથા મંદિરમાં ભવ્ય શણગાર સાથે વિજય ચોકના રામમંદિર તથા જલારામ મંદિરમાં રામમંદિરને પણ ખૂબ શણગારાયું હતું. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના માનમાં વેપારીઓ વિવિધ મંડળો દ્વારા અપાયેલા એલાનને સફળ કરીને વેપારીઓ તેમના ધંધા રોજગાર બંધ કરીને જોડાયા હતા તો નાના બાળકો રામની વેશભૂકા સાથે નીકળીયા ખૂબજ આકર્ષણ જમાવ્યું હતું તો તેમના વીડિયો ફોટા સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh