Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલના રામ મંદિર જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન
અયોધ્યામાં આશરે પ૦૦ વર્ષ પછી રામલલ્લા પુનઃ જન્મસ્થાને બિરાજમાન થયા હોય ત્યારે દ્વારકા યાત્રાધામમાં પણ વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતાં. દ્વારકાધીશ જગતમંદિર તેમજ શહેરના અન્ય મંદિરોમાં વિશેષ આયોજનો કરાયા હતાં. અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૃપે દ્વારકાધીશ જગતમંદિરમાં પણ વારાદાર પૂજારી દ્વારા દ્વારકાધીશને અભિષેક સ્નાન કરાવતી વખતે રામનાથ સાથે વિશેષ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિર વ્યવસ્થાપક સમિતિ, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, દ્વારકા ગુગળી જ્ઞાતિ પ૦પ, મંદિર સુરક્ષા તેમજ સંકલ્પ એન.જી.ઓ. વગેરેના સહયોગથી જગતમંદિર પરિસરમાં લાઈટ ડેકોરેશન, ફુલ શણગાર, રંગોળી, દીપ પ્રાગટ્ય, પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગતમંદિર પરિસરમાં અયોધ્યા ઉત્સવનું લાઈવ ટેલીકાસ્ટ એલઈડી સ્ક્રીનના માધ્યમથી કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં આવેલ ધાર્મિક સ્થળોમાં પણ વિવિધ ધાર્મિક આયોજનો હાથ ધરાયા હતાં. જે પૈકી ત્રણબત્તી ચોકમાં આવેલા પૌરાણિક રામસ્તંભમાં બિરાજમાન રામદરબારની પ્રતિમાઓનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. હરિનામ સંકિર્તન મંદિર દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારકાના સુર્યમુખી હનુમાનજી મંદિર, ભથાણ ચોકમાં શ્રીરામ મંદિર, સિદ્ધનાથ મહાદેવ પરિસરમાના મારૃતિનંદન મંદિર, અયોધ્યા ભવન, રામવાડીના પૌરાણિક રામમંદિરમાં પણ વિવિધ ધાર્મિક આયોજનો હાથ ધરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial