Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્ની કરીના કપૂર ખાન દોડી ગઈઃ શુટિંગ દરમિયાન ઘાયલ થયો હોવાની અટકળો
મુંબઈ તા. ર૩ઃ સૈફઅલી ખાનને ઘૂંટણ અને ખભામાં ઈજા થઈ છે અને હોસ્પિટલમાં દાખલ થયો છે. શુટિંગ દરમિયાન જ ઘાયલ થયો હશે તેવી અટકળો ચાલી રહી છે.
બોલિવૂડ એકટ્ર સૈફ અલી ખાનને ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના ખભામાં પણ ફ્રેકચર છે. સૈફની સાથે તેમની પત્ની બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન પણ હોસ્પિટલમાં હાજર છે. જો કે, આ બધું કેવી રીતે થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
અહેવાલો મુજબ તેમના ઘૂંટણ અને ખભામાં ફ્રેકચર છે. ખાન પરિવારમાંથી કોઈએ હજુ સુધી અભિનેતાની ઈજાને લઈને કોઈ અપડેટ આપી નથી. આ દિવસોમાં સૈફ અલી ખાન સાઉથની ફિલ્મ દેવરા ના શૂટિંગમાં વ્યસ્ત છે. જુનિયર એનટીઆર અને જાહન્વી કપૂરની આ ફિલ્મમાં તે 'બહિરા'નું પાત્ર ભજવી રહ્યો છે. આથી સમજી શકાય છે કે તે શુટિંગ દરમિયાન જ ઘાયલ થયો હશે. જો કે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે સૈફ અલી ખાન સાથે ફિલ્મના સેટ પર આવો અકસ્માત થયો હોય. અગાઉ ર૦૧૬ માં ફિલ્મ 'રંગૂન' ના સેટ પર પણ તેના અંગૂઠામાં ઈજા થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial