Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર, ધ્રોલ તથા કલ્યાણપુર પંથકમાંથી ઝડપાઈ ૪૪ લાખની વીજચોરી

સતત છઠ્ઠા દિવસે હાથ ધરાયું વીજ ચેકીંગઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરની પીજીવીસીએલ કચેરીના સ્ટાફે શનિવારે જામનગર શહેર ઉપરાંત ધ્રોલ તેમજ કલ્યાણપુર તાલુકામાં હાથ ધરેલી વીજ ચેકીંગ કાર્યવાહીમાં રૃા.૪૪ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ હતી. જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા શનિવારે જામનગર શહેરના કાલાવડ નાકા, જિલ્લા જેલ રોડ, વલ્લ્ભનગર, ગોકુલનગર તેમજ ઢીંચડા રોડ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાકોડી, કેશવગઢ અને ધ્રોલ તાલુકાના મજોઠ સહિતના ગ્રામ્ય પંથકોમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૪૫ ટૂકડીઓ દ્વારા ૫૮૬ વીજજોડાણ ચકાસવામાં આવતા તેમાંથી ૮૦ વીજજોડાણમાં ગેરરીતિ મળી આવી હતી. તેના ધારકોને રૃા.૪૪ લાખના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh