Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ગૌરવ ભાટિયાની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ર૩ઃ રાષ્ટ્રીય પ્રવકતા ગૌરવ ભાટીયા સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગર કમલમમાં રાજ્યના મીડિયા વિભાગની કાર્યશાળા યોજાઈ હતી.
તાજેતરમાં ગાંધીનગર ભાજપના રાજ્ય કાર્યાલય કમલમમાં રાજ્યના તમામ જિલ્લાના મીડિયા ભાજપના પદાધિકારીઓની એક દિવસની કાર્યશાળા યોજાઈ હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડો. ઋત્વીક પટેલ તથા મીડિયા રાજ્યના પ્રવકતા યમલભાઈ વ્યાસ દ્વારા થયું હતું તથા પોઝિટીવ પરિવર્તનની વાત કરી હતી.
પ્રવકતા પ્રેરકભાઈ વ્યાસ દ્વારા વિકસિત ભારતના સંદર્ભમાં આઝાદી પછીની ર૦૧૪ સુધીમાં જેટલો ભારતનો વિકાસ થયો તેનાથી વધુ હાલ ૯ાા વર્ષમાં ભારતનો વિકાસ વિવિધ ઉદાહરણો સાથે અર્થતંત્ર તથા વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય પ્રગતિની વાતો ઉદાહરણો સાથે કરી હતી.
ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા તથા ઈલેકટ્રોનીક મીડિયા સંદર્ભે વકતવ્યો વિગતો કેમ રજુ કરવી તથા પ્રવકતાઓએ કઈ રીતે પ્રવચનો આપવા ટીવી ચેનલોમાં લાઈવ ડીબેટ અંગે જાણકારી આપી હતી તથા કેવું બોલવું કેટલું કયારે તે સમજાવ્યું હતું. કાર્યક્રમમાં એબીપી અસ્મીતાના 'હું તો બોલીશ જ' કાર્યક્રમના ૧૦૧પ એપીસોડના એન્કર રોનક પટેલ ખાસ ઉપસ્થિત રહીને મીડિયા કન્વીનરોને ખાસ માર્ગદર્શન પોતાના અનુભવો સાથે આપ્યું હતું.
રાષ્ટ્રીય પ્રવકતા ગૌરવ ભાટીયાએ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના માર્ગદર્શન અંગે જાણકારી આપી હતી તથા કોંગ્રેસ પર પ્રહારો કરીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપના પ્રવકતાઓને ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના પ્રવકતા મીડિયા કન્વીનર યક્ષેશભાઈ દવેએ આભાર દર્શન કર્યું હતું. દ્વારકાના મીડિયા વિભાગના હિતેન્દ્રભાઈ આચાર્ય, જયસુખભાઈ મોદી, જામનગરના ભાર્ગવભાઈ ઠાકર, સૌરાષ્ટ્ર ઝોનના સુરેશભાઈ પરમાર, સુરેશભાઈ માંગુકીયા વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial