Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યામાં રામ મહોત્સવ પ્રસંગે જામનગરના સત્યસાઈ વિદ્યાલયમાં ૧૫૧૧૧ દીવડા ઝળહળ્યા

પ્રથમ જ્યોત જામસાહેબ બાપુએ પ્રગટાવીઃ

જામનગર તા. ર૩ઃ શ્રી સત્ય સાઈ વિદ્યાલય દ્વારા પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ૧૫,૧૧૧ દીવડા પ્રગટાવી ઉજવણી કરાઈ હતી. જામનગરના રાજવી શ્રી જામસાહેબ બાપુ દ્વારા પ્રથમ જ્યોત પ્રગટાવામાં આવી હતી.

પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રી સત્ય સાઈ વિદ્યાલયના આંગણમાં આનંદની ઉજવણી છવાઈ ગઈ. ભારતના ઈતિહાસમાં આ મહત્ત્વપૂર્ણ અવસરની શાળા અને તેના વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી. શ્રી સત્યા સાઈ વિદ્યાલયનું આંગણ ૧૫,૧૧૧ દીવડાથી જગમગી ઊઠ્યું. શ્રી સત્ય સાઈ વિદ્યાલયમાં માત્ર દીવડાની જ્યોત જ નહિં, પરંતુ આ ૧૫,૧૧૧ દીવડાથી અયોધ્યા સ્થિત પ્રભુ શ્રી રામના મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી. શાળાએ દીવડા સાથે પ્રસંગ અનુરૃપ ર૦૦૦ ફૂટની રંગોળીથી શ્રી રામના આગમનનો હર્ષ દર્શાવ્યો. આ ભવ્ય ઉજવણીનો હેતુ શ્રી રામનું મહત્ત્વ અને તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વને પ્રકાશિત કરવાનો છે.

શ્રી સત્ય સાઈ વિદ્યાલયના ચેરમેન, જામનગરના રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ જ્યોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. જામસાહેબનો આ ભાવ આપણી સાંસ્કૃતિક વારસાને જાળવવા અને જતન કરવાની તેઓની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. શ્રી રામ મંદિરની પવિત્રતાને પ્રતિબિંબિત કરતો આ પ્રસંગ ભગવાન શ્રી રામના ભક્તિમય ભજનથી ગૂંજી ઊઠ્યો. પ૦૦૦ થી વધુ ઉત્સાહી સહભાગીઓ આ મહત્ત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા. શ્રી સત્ય સાઈ વિદ્યાલય આ ઐતિહાસિક ક્ષણનો એક ભાગ થવાને ગૌરવશાળી ઘટના ગણાવી હતી.

સત્યસાઈ વિદ્યાલયમાં કરાયેલી ઐતિહાસિક પ્રસંગની ઉજવણી પ્રશંસનીય હતી. મારા કે અન્ય કોઈના માર્ગદર્શન વગર આ કાર્યક્રમની કલ્પના અને આયોજન ફક્ત એકતાબા સોઢાએ કર્યું હતું. આ બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે તેમ સત્યાસાઈ વિદ્યાલયના ચેરમેન જામસાહેબે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh