Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠક

જિલ્લા કલેકટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને

જામનગર તા. ૨૩ઃ જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા સંકલન, ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં જિ.પં. પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા વગેરે વગેરેએ રજૂ કરેલા બિનઅધિકૃત દબાણો, જમીન માપણી, રોડ-રસ્તાઓ, વીજળી, સિંચાઈ, બાંધકામ વગેરે બાબતોને લગતા પ્રશ્નોની અધિકારીઓને તપાસ કરી સત્વરે કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.

બેઠકમાં નવીન રસ્તાઓના કામ, વીજપોલ ઉભા કરવા, નવી આંગણવાડી અને રેશનશોપની મંજૂરી, વીજળી, કૃષિને લગતા પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, જમીન માપણીને લગતા પ્રશ્નો વગેરે બાબતે ઉપસ્થિત પ્રશ્નો ઉકેલાય તે માટે જિલ્લા, તાલુકાના અધિકારીઓને કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલા હોય ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૃરી છે. આ કામોમાં ઝડપ લાવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, એસપી પ્રેમસુખ ડેલુ, કલેક્ટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.એમ. કાથડ, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh