Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દિવસભર ચાલી ઉજવણીઃ જિવંત પ્રસારણ, અન્નકોટ, મહાઆરતી યોજાયા
જામનગર તા. ર૩ઃ 'છોટીકાશી' તરીકે ઓળખ ધરાવતા જામનગર શહેરના વિશ્વ પ્રસિદ્ધ બલા હનુમાન મંદિર પર અયોધ્યામાં રામજન્મ સ્થાન પર નિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમ સાથે ઉત્સાહ-ઉમંગભેર કરવામાં આવી હતી. જેમાં હૈયેહૈયુ દબાય તેટલી જનમેદની ઉમટી પડી હતી.
અયોધ્યામાં રામજન્મ સ્થાન પર ભવ્ય મંદિરમાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરની ઉજવણી માટે 'છોટીકાશી' જામનગરમાં વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર પર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ મંત્રી વિનુભાઈ તન્ના, ખજાનચી રવિન્દ્રભાઈ જોષી, ટ્રસ્ટી કનુભાઈ કોટક, ઉદેસિંહ વાઢેર અને કિરીટભાઈ ભદ્રાની આગેવાની અને માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર પરિસરમાં મૂકાયેલા વિશાળ પડદા પર અયોધ્યાના ધર્મોત્સવનું વહેલી સવારથી બપોર સુધી જીવંત પ્રસારણ નિહાળવા હજારો રામભક્ત ભાઈ-બહેનો ઉમટી પડ્યા હતાં.
એ પછી સાંજે ૮ થી ૮-૩૦ દરમિયાન બાલાહનુમાન મંદિરમાં યોજાયેલ અન્નકૂટ દર્શન તેમજ મહાઆરતીના દર્શનનો લાભ લેવા ભાવિકોની ભીડ ઉમટી પડી હતી અને મોડી રાત્રિ સુધી રામભક્તોએ દર્શન કર્યા હતાં. આ વેળાએ શહેરના પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અયોધ્યા ધર્મોત્સવની ઉજવણીના પગલે સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં વિશાળકદની રંગોળી દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની અયોધ્યામાં પધારમણીના અવસરના વધામણા કરવામાં આવ્યા હતાં. સાથે મંદિર પરિસરમાં ઊભા કરાયેલા ભગવાન શ્રીરામના કટ આઉટ સાથેના સેલ્ફી પોઈન્ટ પર રામભક્તોએ સેલ્ફી ખેંચી આ ઐતિહાસિક ઉત્સવના સાક્ષી બન્યાની અનુભૂતિ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial