Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યજમાન લાલ પરિવારના અશોકભાઈ લાલના નિવાસસ્થાન-સ્વસ્તિક સોસાયટીથી પ્રસ્થાનઃ
જામનગર તા. ર૩ઃ 'છોટીકાશી' જામનગના આંગણે લબ્ધ પ્રતિષ્ઠિત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) પરિવાર દ્વારા સર્વપ્રથમ વખત આયજીત કરાયેલા શ્રી વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવના શુભારંભ પૂર્વે આવતીકાલે તા. ર૪ ના બપોરે સાડાત્રણ વાગ્યે યજ્ઞ વિધિની પ્રથમ કણિકારૃપે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં આવેલા અશોકભાઈ લાલના નિવાસસ્થાન પરથી આવતીકાલે તા. ર૪ ના બપોરે ૩-૩૦ વાગ્યાથી કળશ યાત્રા મંગલ પ્રસ્થાન કરશે. આ કળશ યાત્રામાં પ૦૧ બહેનો માથા ઉપર કળશ સાથે જોડાશે. કળશ યાત્રા અશોકભાઈ લાલના ઘરેથી પ્રારંભ થઈને જીતુભાઈ લાલના નિવાસસ્થાન પાસેથી પસાર થઈ ગુરુદત્તાત્રેય મંદિર માર્ગ પરથી ડી.કે.વી. કોલેજ સર્કલથી બંદર રોડ પર થઈ પારસ સોસાયટી પાસે પહોંચશે. જ્યાંથી મોટી સંખ્યામાં વાહનો સાથે કળશ યાત્રા બેન્ડવાજા અને સંગીત સાથે દિગ્જામ રોડપર મહાકાલી સર્કલ પાસે લાલ પરિવારની જગ્યામાં વિરામ લીધા પછી સાંજે યજ્ઞ સ્થળ શ્રી વલ્લભાચાર્યનગર (એચ.જે. લાલ પરિવારની વાડી, ખંભાળિયા બાયપાસ રોડ, જુની આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે) વિરામ પામશે.
શહેરના અભૂતપૂર્વ મહાસોમયાગની કળશ યાત્રામાં ઈંદોરથી ખાસ પધારીને આ સોમયજ્ઞની આહ્લેક જગાવી છે એવા પદ્મભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ, સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ડો. ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદયશ્રી (શ્રી અભિનવાચાર્ય), પૂ.પા.ગો. ચિ. શ્રી ઉમંગરાયજીબાવાશ્રી તેમજ યજ્ઞાના પંડિતો ઉપરાંત આ ધર્મોત્સવના પ્રેરણાદાતા માતુશ્રી ગં.સ્વ. મંજુલાબેન હરિદાસ લાલ સાથે યજમાન પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ સહપરિવાર તેમજ મોટી સંખ્યામાં ભાવિકજનો જોડાશે.
આ કળશયાત્રાના સમાપન પછી તા. રપ થી તા. ૩૦જાન્યુઆરી ર૦ર૪ દરમિયાન યજ્ઞ સ્થળ 'શ્રી વલ્લભાચાર્યનગર'માં આયોજીત મહાસોમયાગ મહોત્સવનો તા. રપ થી શુભારંભ થશે. જેમાં દરરોજ સવારે ૯ થી ૧૧ તેમજ ૧૧ થી બપોરે ૧ અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન સોમયજ્ઞમાં જુદા-જુદા દંપતીઓ આહુતી આપશે અને દરેક લોકો દર્શનનો લાભ લઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial