Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામેશ્વરનગરમાં અકળ કારણથી યુવતીએ કરી લીધી આત્મહત્યાઃ
જામનગર તા. ૨૩ઃ જોડિયાના ભાદરા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકે પોતાના પત્ની ઘર મૂકીને ચાલ્યા ગયા હોવાનું માઠું લગાડી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે રામેશ્વરનગરમાં એક યુવતીએ અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધો છે અને પગની બીમારીથી કંટાળી ધુડશીયા ગામમાં એક પ્રૌઢાએ આત્મહત્યા કરી લીધી છે.
જોડિયા તાલુકાના ભાદરા ગામમાં આવેલા ઘનશ્યામભાઈ ગંગદાસભાઈ ભંડેરી નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા હીરૃભાઈ સોભનસિંહ અલાવા નામના ૩૭ વર્ષના આદિવાસી યુવાને ગઈકાલે સવારે પાંચેક વાગ્યે ખેતર પાસે આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મરના એન્ગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તે દૃશ્ય નીહાળી જોગડીયાભાઈ અલાવાએ હીરૃભાઈને નીચે ઉતારી સારવાર માટે જોડિયાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
બનાવની પોલીસને જાણ કરવામાં આવતા જોડિયા પોલીસ સ્ટેશનના જમાદાર એન.એમ. ભીમાણી દોડી આવ્યા હતા. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેેડ્યો છે. મૃતકના ભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, હીરૃભાઈના પત્ની લીલાબેન થોડા દિવસ પહેલા ઘર મૂકીને ચાલ્યા ગયા હતા. તે બાબતનું માઠું લાગી આવતા આ યુવાને ગળાફાંસો ખાધો છે. પોલીસે તપાસ શરૃ કરી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા નંદન પાર્કની શેરી નં.૧માં વસવાટ કરતા પ્રવીણભાઈ અરજણભાઈ ગોંડલીયા નામના કુંભાર પ્રૌઢની પુત્રી ધારાબેન (ઉ.વ.૨૪)એ ગઈકાલે સવારે પોતાના ઘરે ઉપરના માળે જઈ કોઈ અગમ્ય કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી છતમાં રહેલા પંખામાં ઓછાળ બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તે યુવતીને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે ચેક કર્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના માતા ગીતાબેને પોલીસને જાણ કરી છે.
જામનગર તાલુકાના ધુડશીયા ગામમાં રહેતા જશવંતીબેન બાબુભાઈ રાઠોડ નામના પંચાવન વર્ષના પ્રૌઢાને એકાદ વર્ષથી પગમાં દુખાવો થતો હતો. તેની સારવાર અપાવવામાં આવી રહી હતી. આમ છતાં સારૃ થતું ન હોવાથી કંટાળી ગયેલા આ મહિલાએ ગઈકાલે પોતાના ઘરના બાથરૃમ નજીકની છતમાં રહેલા હુંકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. મૃતકના પુત્ર કમલેશભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. પંચકોશી-એ ડિવિઝનના જમાદાર ડી.એ. રાઠોડે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial