Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડ્યાઃ
નવી દિલ્હી તા. ર૩ઃ ચીનના શિનજિયાંગમાં ૭.ર ની તીવ્રતાનો ભૂકંપ આવતા તેની અસરો છેક દિલ્હી-એનસીઆર સુધી પહોંચી છે. આ માટે બચાવ કર્મીઓ રવાના થયા થયા છે. આ કારણે ચીનમાં ૧ર૦ મકાનો ધરાશાયી થતા ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.
સોમવારે (રર જાન્યુઆરી) ની રાત્રે ૧૧-૩૯ વાગ્યે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર ૭.ર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ શિનજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી રર કિ.મી. નીચે હતું.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સ અનુસાર ભૂકંપના કારણે ૧ર૦ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા હતાં. ભૂકંપ પછી ૪૦ આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. ભૂકંપની સૌથી વધુ અસર ઉરૃમકી, કોર્લા, કાશગર, ચિનિંગમાં અનુભવાઈ હતી. ચીનના શિનજિયાંગ રેલવે વિભાગનું કહેવું છે કે, તેમને ર૭ ટ્રેનોનું સંચાલન અટકાવવું પડ્યું છે.
વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓની ટીમો રવાના કરવામાં આવી છે. ચીનમાં આવેલા ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં લાંબા સમય સુધી લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ખુલ્લા વિસ્તારોમાં પહોંચી ગયા હતાં.
આ પહેલા ૧૧ જાન્યુઆરીએ અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં બપોરે ર-ર૦ કલાકે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી અને જમ્મુ-કાશ્મીર, જયપુરથી લઈને ભારતમાં દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર હિંદુકુશમાં જમીનથી લગભગ રર૦ કિલોમીટર નીચે હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial