Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે રામનગરી અયોધ્યા હાઉસફૂલઃ 'જય શ્રી રામ'નો ગૂંજતો નાદ્ઃ રાતથી જ લાંબી લાંબી લાઈનો લાગીઃ
અયોધ્યા તા. ર૩ઃ આજે રામમંદિર જાહેર જનતા માટે ખુલતાની સાથે જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. દર્શન માટે રાતથી જ લાંબી લાઈનો લાગી હતી. રામલલ્લાના દર્શન કરવા માટે આજે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. રામમંદિર દરરોજ સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આજે વ્યવસ્થા જાળવવા માટે થોડા સમય માટે પ્રવેશ અટકાવવો પડ્યો હતો.
અયોધ્યામાં ગઈકાલે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા પછી આજે રામલલ્લાના દર્શન કરવા માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે આજે હવે મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવતા જ દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈહતી.
આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં આવવા લાગ્યા છે. ભીડમાં હાજર લોકો ગેટની સામે 'જય શ્રી રામ'ના નારા લગાવીને મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સાથે અયોધ્યાના સ્થાનિક લોકો પણ રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે પહોંચી રહ્યા છે. રામ મંદિરમાં ગઈકાલે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો.
આ મહોત્સવના લગભગ ર અઠવાડિયા પહેલા જ અયોધ્યામાં હોટેલ બુકીંગમાં ૮૦ ટકાનો વધારો થયો છે. અહીં હોટેલમાં એક દિવસના રૃમની કિંમત સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, અને હોટલના ભાવમાં પાંચગણો વધારો થયો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અનુસાર રામલલ્લાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે. રામમંદિર દરરોજ સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી મોટી સંખ્યમાં ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનનો સમયગાળો ૧૪ થી ૧પ કલાક ખુલ્લુ રહી શકે છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે, ૧૯૪૯ માં પ્રગટ થયેલા શ્રી રામલલ્લાના કપડાનો રંગ દિવસના હિસાબે હતો. નવા મંદિરમાં આ પરંપરા ચાલુ રહેશે. રામલલ્લા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્રો પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરશે.
અહેવાલો મુજબ અયોધ્યા રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર કામચલાઉ ધોરણે થોડા સમય માટે રોક લગાવી દેવામાં આવી હતી. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકવામાં આવ્યા હતાં. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારે ૧૦-૧૧ વાગ્યાની આસપાસ ભીડ વધવાને કારણે રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોનો પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી જે પછીથી હટાવી લેવામાં આવી હતી.
અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાના દર્શન માટે એકઠી થયેલી ભીડને નિયંત્રિત કરવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિરની બહાર સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે આમંત્રિત મહેમાનોને જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એન્ટ્રી આપવામાં આવી હતી, જ્યારે આજે સામાન્ય લોકોને મંદિરમાં પ્રવેશ શરૃ કરાતા જ રાતથી જ લાંબી લાઈનો લાગી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial