Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ઉમેદવારો તા.૬ સુધીમાં અરજી કરી શકશે
જામનગર તા. ૨૩ઃ ભારતીય વાયુસેનામાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માગતા યુવાનો માટે છ એરમેન સિલેક્શન સેન્ટર, મુંબઈ દ્વારા આગામી માસમાં એરફોર્સ ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ વાયુદળના ભરતી મેળામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવવા માગતા ૧૭થી ૨૧ વર્ષના અપરિણીત પુરૃષ, સ્ત્રી ઉમેદવારો જે ધો.૧૨ પાસ (કોઈપણ પ્રવાહ સાથે) ૫૦ કે તેનાથી વધુ ટકાવારી ધરાવતા અથવા ધો.૧૦ પછી ડિપ્લોમા કે વોકેશનલ પાસ યુવાનો માટે ભરતી યોજાવાની છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો વેબસાઈટ ૫ર તા.૬-૨-૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ઓનલાઈન સીઈઈ) આપવાની રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી નં.૦૨૮૮ ૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial