Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર-લાલપુર વિસ્તારમાં અગિયાર રસ્તાઓના કામ હજુ પણ અદ્ધરતાલ

ર૪ રસ્તાના કામ મંજુર થયા પણ...

જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લાના જામજોધપુર-લાલપુર વિસ્તારના રૃા. ૪પ.૩૦ કરોડના ખર્ચે ર૪ રસ્તાના કામો રાજ્ય સરકારે મંજુર કર્યા છે. આ મત વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે તેમના વિસ્તારના ૧૩૪ કિ.મી.લંબાઈના ૩પ કામો રૃા. ૬૯.૮૦ કરોડના ખર્ચે કરવા માંગણી કરવામાં આવી હતી. તેથી હજી ૧૧ રસ્તાના કામો અધ્ધરતાલ રહ્યા છે.

આ અગીયાર રસ્તાઓ છેલ્લા સાત વરસથી રી-સરફેસ થયા નથી. લાલપુર તાલુકાના કુલ ૪ રસ્તાઓના કામ કોઈ એક એજન્સીને મળી ગયા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલુ કરવામાં આવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક વર્ષ પહેલા જે-તે એજન્સીને મુકત કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા એક વર્ષમાં ૯ વખત ટેન્ડર ભરવા છતાં કોઈ એજન્સીએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલ નથી. જેના મોટા ખડબા-વલ્લભપુર-નવી વેરાવળ ટુ જોઈન ઓડીઆરિ., કાનવીરડી-મોટી રાફુદળ, ડબાસંગ રોડ, મેમાણા-વડ પાંચસરા રોડ અને બાબરિયા-ચોરબેડી રોડ છે. આ રસ્તાઓના ભાવ ૪ વર્ષ પહેલાના હોય, રસ્તાની ડિઝાઈન પણ ચાર વર્ષ જુની હોય જેના લીધે કોઈ પણ એજન્સી આવા કામો કરવા ઈચ્છતીના હોય, આવા રસ્તાની ડિઝાઈનમાં સુધારો કરી નવા મંજુર થયેલા ભાવો મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે અને આમ કુલ ૧પ રસ્તાઓ તાકિદે મંજુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh