Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી સામે એફઆઈઆરનો આપ્યો આદેશઃ
ગૌહાટી તા. ૨૩ઃ ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશબંધી ફરમાવાતા કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું જાણવા મળે છે.
આસામના ગુવાહાટીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ફરી એકવાર વિવાદ થયો છે. ગુવાહાટીમાં અંદરથી જવા દેવા ન હોવાના કારણે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વહીવટી તંત્રનું કહેવું છે કે શહેરની અંદર યાત્રા કાઢવાની મંજૂરી નથી. જ્યારે રાહુલ ગાંધીની યાત્રા શહેરની અંદર જ થઈ રહી છે.
આ પછી પોલીસે બેરીકેડ લગાવી દીધા જેને લઈને રાહુલ ગાંધીની બસ સાથે ચાલી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુવાહાટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાના હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, વિદ્યાર્થીઓ સાથે વાત કરતા રોકવામાં આવી રહ્યા છે.
વહીવટી તંત્રનું કહેવું છે કે, રાહુલ ગાંધીની યાત્રાને ગુવાહાટી શહેરની અંદર જવાની મંજૂરી નથી તેમને શહેરની બહારના વિસ્તારમાંથી પસાર થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ સાથે ઘર્ષણ બાદ વધુ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ભારત જોડો ન્યાય યાત્રા સવારે ૧૦ વાગ્યે કવીન્સ હોટલથી શરૃ થઈ હતી. રાહુલ ગાંધીનું ગુવાહાટીમાં જાહેર સંબોધન થવાનું છે. આજે આ યાત્રાનો દસમો દિવસ છે જે આસામના બિષ્ણુપુરમાં પૂર્ણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial