Advertisement
Author: નોબત સમાચાર

શ્રી બાલાહનુમાન મંદિરે અન્નકૂટ, મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું

શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પાવન દિને જ છોટીકાશીમાં ધર્મોત્સવ

'છોટીકાશી' જામનગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરે અયોધ્યાના શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક અને પાવન દિને વિશેશ પૂજન તથા અન્નકૂટ ઉત્સવ અને મહાઆરતી સહિતના ધર્મકાર્યાે યોજાયા હતા. મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તથા અન્ય હોદ્દેદારો દ્વારા સ્વયંસેવકો તથા ભક્તોના સહકારથી ધર્મકાર્યાેનું આયોજન થયું હતું. સાંજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ અંતર્ગત ભગવાનને અનેકવિધ મિષ્ઠાન, પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ મહાઆરતી કરવામાં આવી હતી. અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિને જ મંદિરે પાવન ધર્મકાર્ય થતાં ભક્તોનો ઉત્સાહ બમણો થયો હતો અને હજારો ભક્તોએ અન્નકૂટ ઉત્સવ, મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો. તસ્વીર ઃ નિર્મલ કારીયા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh