Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાથે...સાથે
ખંભાળીયા તા. ર૩ઃ ગઈકાલે ખંભાળીળયામાં નગર ગેઈટ પાસેના રામ મંદિરે અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. જેમાં એટલા ભાવિકો ઉમટ્યા હતા કે નગરગેઈટથી બજારવાળો રસ્તો ચક્કાજામની સ્થિતિમાં થઈ ગયો હતો.
ગઈકાલે સવારે હજારોની સંખ્યામાં ભાવિકો બાઈક રેલીમાં જયશ્રી રામના નારા સાથે જોડાયા હતા તો સાંજે ચાર વાગ્યે વિશાળ શણગારેલા રથમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નગરગેઈટ પાસેથી નીકળીને શહેરમાં ફરી હતી જેનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. તથા શોભાયાત્રાના ફરવાના સ્થળે રામ પતાકા સાથે તોરણો અને શણગાર યોજાયા હતાં.
શોભાયાત્રા સાંજે રામ મંદિરે પરત ફરી હતી જયાં મહાઆરતી સાથે ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા હતાં જેમાં પણ ભાવિકો ઉમટી પડ્યા હતાં.
સતવારા સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળપ આર.એસ.એસ. ના કાર્કરો તથા આગેવાનો સાથે રાજયમંત્રીશ્રી મૂળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, સતવારા અગ્રણી હરીભાઈ વાલજી નકુમ, રસીકભાઈ નકુમ, અનિલભાઈ તન્ના દીપુભાઈ સોની, ઈન્દ્રજીતસિંહ પરમાર, પ્રભાત ચાવડા, વનરાજસિંહ વાઢેર, લાલજીભાઈ ભુવા પિયુષભાઈ કણઝારીયા, પીઆઈ ઝાલા વિગેરે જોડાયા હતાં. શોભાયાત્રા, મહાઆરતી તથા અન્નકુટ દર્શનમાં આટલી બહોળી સંખ્યામાં પ્રથમ વખત ભાવિકો ઉમટી પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial