Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સની આડઅસરો અંગે અપાઈ સમજ

એનજીઓ, એસઓજી દ્વારા ૧૨૦૦ છાત્રોને લેવડાવાયા શપથઃ

ભારતના મોટાભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવા પેઢીને કનડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ડ્રગ્સના દૂષણનો પગપેસારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં યુવા પેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે અને ડ્રગ્સથી થતાં નુકસાનથી અવગત કરાવવા ઈન્વિન્સિબલ એનજીઓ દ્વારા નો-ડ્રગ્સ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે.

તે અંતર્ગત એનજીઓની ૨૫ યુવાઓની ટીમ ૧૭ જાન્યુ.થી ૨૬ જાન્યુ. સુધીમાં ૧૧૦૦ કિ.મી.ની સાયકલ અને બાઈક રાઈડ કરી રહી છે. તે ઉપરાંત એનજીઓ દ્વારા રાજ્યના ૧૨ મુખ્ય શહેરોમાં ૮૦થી વધુ શાળા અને કોલેજમાં સાડા સાત લાખથી વધુ યુવાનોને ડ્રગ્સની નકારાત્મક અસરો અંગે જણાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

તે કાર્યક્રમ અંતર્ગત નો-ડ્રગ્સ કેમ્પેઈનની ટીમ ધ્રોલ આવી પહોંચી હતી. ત્યાં એસઓજી ટીમ સાથે રહી બી.એમ. પટેલ શાળામાં તેમજ જામનગરની એસવીઈટી કોલેજ, સનસાઈન વિદ્યાલય, સત્યસાઈ વિદ્યાલય, હરિયા કોમર્સ કોલેજ, એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીને ડ્રગ્સમુક્ત ભારત માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. એનજીઓના સ્થાપક ઋષિરાજ મોરી તથા તેમની ટીમના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh