Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રસંત પ.પૂ. નમ્રમુનિજી મ.સા. દ્વારા પ્રેરિત
રાષ્ટ્રસંત ગુરૂદેવ પ.પૂ. નમ્રમુનિજી મ.સા.ની કૃપાથી પારસધામ જામનગર દ્વારા ગરીબોની સેવા માટે વધુ પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પારસધામને મળેલા અને બનાવાયેલા ૧૦૦૦ ચિકી પેકેટ, ૧૦૦૦ મમરાનાં લાડુંના પેકેટ, ૨૦૦ સાલ, ૨૦૦ સ્વેટર, ૧૫૦૦ મોજા, ૨૦૦ ટોપી, ૧૩૫૦ જેકેટ (ગરમ), ૩૦૦ બ્લેન્કેટ, વગેરેનું ગરીબો, ઝુંપડપટી વગેરેમાં નિઃશૂલ્ક ધોરણે વિતરણ કરવામાં આવશે. આ સેવા કાર્યનો આજથી પ્રારંભ થઈ ચૂકયો છે.
આ ઉપરાંત દાતાઓ તરફથી મેડિકલ સાધનો પણ પારસધામને સેવા માટે મળ્યા છે. જેમાં ચાવી વાળા પલંગ-૫, વ્હીલચેર-૩, એરબેડ-૪, ટોયલેટ ચેર-૪ આ સાધનો જામનગરના દર્દીઓને ઉપયોગ માટે નિઃશૂલ્ક ધોરણે આપવામાં આવશે. માત્ર ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. જે પણ સાધન પરત મળ્યે ડિપોઝીટ પણ પરત આપી દેવામાં આવશે.
ઉપરાંત ૧૨ નેબ્યુલાઈઝર મશીન દાતા પરિવાર તરફથી મળ્યું છે. જે જી. જી. હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે.
મૂળ જામનગરના અને હાલ લંડનમાં વસવાટ કરતા બહેનના હસ્તે આ વસ્તુઓ પારસધામને અર્પણ કરવામાં આવી હતી. અને પારસધામના સેવકો દ્વારા ગરીબો- ઝુંપડપટ્ટીમાં શિયાળાની શકિતવર્ધક ખાદ્ય ચીજો અને ઠંડીથી રક્ષણ આપતા કપડાનું વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત જૈન એજયુકેશન એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ દ્વારા જૈન સમાજના બાળકોને રૂ. ૩ લાખ બે હજારની સ્કોલરશીપ પણ આપવામાં આવનાર છે. આજે પારસધામમાં આયોજીત એક કાર્યક્રમમાં પારસધામના ચેતનભાઈ શાહ, ઉપરાંત આગેવાનો વી.પી. મહેતા, કિરીટ મહેતા, ભરતભાઈ પટેલ, અજય શેઠ, નિલેષ ઉદાણી, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, બિનાબેન કોઠારી, અમીબેન પરીખ, અમિતભાઈ (સ્વદેશી), સેવાભાવી અન્ય બહેનો- ભાઈઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial