Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા પરપ્રાંતિય શ્રમિકનું સારવારમાં થયું મૃત્યુઃ
જામનગર તા.૨૦ : જામનગરના ખંભાલીડા ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરિવારના મહિલાએ બીમારીના કારણે માવતરે જવાની ઈચ્છા વ્યક્ત કર્યા પછી પતિએ સિઝન પૂરી થાય ત્યારે જવાનું કહેતા આ મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવારમાં મૃત્યુ થયું છે. દરેડ પાસેથી દવા પીધેલી હાલતમાં દસેક દિવસ પહેલા મળી આવેલા યુવાનનંુ પણ સારવારમાં મૃત્યુ થયું છે. ઉપરાંત એક ખેતરમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા પછી સારવારમાં મોતને શરણ થયા છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના ખંભાલીડા ગામની સીમમાં આવેલા યોગેન્દ્રસિંહ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુજરંગ ગામના વતની નગરસીંગ વસંતભાઈ માવી નામના શ્રમિકના પત્ની ક્રિષ્નાબેન (ઉ.વ.૧૯) થોડા દિવસથી બીમાર હતા.
આ પરિણીતાએ માવતરે જવા માટે પતિ સમક્ષ વાત કર્યા પછી નગરસીંગે હાલમાં ખેતીની મોસમ ચાલુ હોવાથી થોડા દિવસ પછી માવતરે જવાનું કહેતા ક્રિષ્નાબેનને માઠું લાગી આવ્યું હતું. આ પરિણીતાએ ગયા શનિવારે રાત્રે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ક્રિષ્નાબેનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. નગરસીંગે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જામનગર નજીકના દરેડ ગામ પાસેથી ગઈ તા.૫ના દિને એક યુવાન ઝેરી દવા પીધેલી હાલતમાં જોવા મળતા દરેડના રિક્ષાચાલક દેવાભાઈ હીરાભાઈ સોરીયાએ ૧૦૮ને જાણ કરી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનની ઓળખ મેળવવા પોલીસે શરૂ કરેલી તપાસમાં તેઓનું નામ ગોપાલ ઠાકરભાઈ (ઉ.વ.૩ર) હોવાનું ખૂલ્યું હતું. સારવાર દરમિયાન જી.જી. હોસ્પિટલમાં ગોપાલભાઈનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે દેવાભાઈનું નિવેદન નોંધ્યું છે.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં જીતેન્દ્રસિંહ કાથડજી નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટારા ફલીયા ગામના વતની યોગેશભાઈ લીમજીભાઈ ગણાવા (ઉ.વ.૩૦) નામના યુવાનને સોમવારે કોઈ રીતે માથા તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. ૧૦૮ મારફત જામનગરની જી.જી.હોસ્પિટલ લઈ જવાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ અલ્કેશ લીમજીભાઈ એ પોલીસને જાણ કરી છે. પંચકોશી બી ડિવિઝનના જમાદાર એસ.એસ. જાડેજાએ તેનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial