Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૪૮ કલાકમાં તાપમાન ૩.૪ ડીગ્રી વધ્યું:
જામનગર તા. ર૦: જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ૩.૪ ડીગ્રી સુધી ઊંચકાયને ૧૩ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થયો હતો.
જામનગરમાં ગત્ બુધવારે લઘુતમ તાપમાન ૯.૬ ડીગ્રી નોંધાતા પ્રજાજનોએ હાડથીજવતી કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નગર આખુય ઠંડુગાર થઈ ગયું હતું, પરંતુ ત્યારપછી તાપમાનમાં વધારો થવાનો પુનઃ પ્રારંભ થયો છે. જામનગરમાં છેલ્લા ૪૮ કલાકમાં ન્યુનત્તમ તાપમાનનો પારો ૩.૪ ડીગ્રી ઊંચકાયને ૧૩ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે કડકડતી ઠંડીમાં ઘટાડો થયો હતો, પરંતુ મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને હાઈ-વે પર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ ૧૦ ટકા ઘટીને બાવન ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial