Advertisement
Author: નોબત સમાચાર

જયપુરમાં સીએનજી-એલપીજી ટ્રક વચ્ચે ટક્કર પછી ૪૦ વાહનો સળગીને ખાખઃ ૭ના મૃત્યુ

૧પ૦ થી વધુ લોકો દાઝ્યાઃ મરણચીસોથી રોડ ગૂંજ્યોઃ અફડાતફડી

જયપુર તા. ર૦: જયપુરમાં આજે વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકસાથે ૪૦ વાહનો સળગી ઊઠ્યા હતાં. એક સીએનજી ગેસ તથા બીજી એલપીજી ગેસની ટ્રકો વચ્ચે ટક્કર પછી આ કરૂણાજનક દૃશ્યો સર્જાયા હતાં. આ દુર્ઘટનામાં ૧પ૦ જેટલા લોકો દાઝી ગયા છે, અને ૭ ના મૃત્યુ થયા છે. મૃતાંક હજુ વધી શકે છે.

રાજસ્થાનની રાજધાની જયપુરના અજમેર રોડ પર ભાંકરોટા નજીક પુષ્પરાજ પેટ્રોલ પંપ પાસે આજે સવારે લગભગ પ વાગ્યે એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટનો જોરદાર અવાજ ૧૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

જયપુરમાં પેટ્રોલ પંપ પાસે એલપીજી ટ્રક અને સીએનજી ટ્રક વચ્ચે ભયાનક અથડામણ પછી અગ્નિકાંડ દૃશ્ય સર્જાયું છે. આ આગમાં એક પછી એક ૪૦ થી વધુ વાહનો લપેટાઈ ગયા હતાં. આટલું જ નહીં, એક બસ પણ તેની લપેટમાં આવી ગઈ હતી, જેના પછી ભાગદોડ મચી ગઈ હતી.

આ બસમાં મુસાફરી કરી રહેલા પાંચ મુસાફરો જીવતા દાઝી ગયા હતાં, જ્યારે ૪૦ થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવામાં વ્યસ્ત હતી. આ ઘટનામાં ૧પ૦ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ હૃદયદ્રાવક ઘટના બેરદકારીના કારણે બની છે. સીએનજી ટેન્કર રોંગ સાઈડથી આવી રહ્યું હતું અને એલપીજી ટ્રક સાથે અથડાયું હતું. બસ આ એક બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. બસની હાલત જોઈને મુસાફરોની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. ૩૦૦ મીટરના દાયરામાં જે હતું તે બધું ભસ્મિભૂત થઈ ગયું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ એક વાહન ટર્ન લઈ રહ્યું હતું અને સામેથી બીજી ટ્રક સીધી આવી અને તેની દીવાલ તૂટવાને કારણે બન્ને વાહનો અથડાઈ ગયા. તેણે જણાવ્યું કે તે સવારે પ-પપ વાગ્યાથી ઘટના સ્થળે છે અને પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ આગની ઝપેટમાં તેજ ગતિએ આવતા અનેક વાહનો સળગી ગયા હતાં.

જયપુરથી મળતી વિગતો મુજબ આ અકસ્માત જયપુર-અજમેર હાઈ-વે પર વહેલી સવારે થયો હતો. આગને કાબૂમાં લેવા માટે ર૦-રર ફાયર ટેન્કર કામ કરી રહ્યા છે, પરંતુ અઢી કલાક પછી પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. જ્વલનશીલ પદાર્થ વહન કરતા બન્ને વાહનો પછી એવી સ્થિતિ સર્જાઈ હતી કે અનેક વાહનો તેની અડફેટે આવી ગયા હતાં.

હાઈ-વેના એક કિલોમીટર સુધી તબાહીનું દૃશ્ય ફેલાયું હતું અને ત્યાં સળગેલા વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર આગ એટલી ભયંકર હતી કે ૩૦૦ મીટરની ત્રિજ્યામાં ઘણા વાહનો તેની લપેટમાં આવી ગયા હતાં અને બળીને રાખ થઈ ગયા હતાં. ઘટના સ્થળે પહોંચેલા લોકોએ જણાવ્યું કે, આગની જવાળાઓ દૂરથી દેખાતી હતી. ઘટનાસ્થળે કેટલાય ડ્રાઈવરોને ઈજા થઈ હોવાના અહેવાલો છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકરીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતાં.

ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ વધુ પ્રસરે નહીં તે માટે હાઈ-વેની નીચેથી પસાર થતી એલપીજી ગેસ પાઈપલાઈનને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટેન્કરમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત થયો હોવાની શક્યતા છે, જો કે સાચા કારણો તપાસ પછી જ જાણવા મળશે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને હાઈ-વે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. મુસાફરોને અન્ય રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જ્યારે ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા હતાં.

જયપુરમાં એસએમએસ મેડિલક કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપક મહેશ્વરીએ વહેલી સવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૪ મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છેેેેેેેેેેેેેેેેેેેેલગભગ રપ લોકો આઈસીયુમાં દાખલ છે. હજુ ઘણાં લોકોને લાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. લગભગ ૧પ લોકો ૮૦ ટકા દાઝી ગયા છે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને ઘાયલોની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, 'જયપુર-અજમેર નેશનલ હાઈ-વે પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ હું એસએમએસ હોસ્પિટલમાં ગયો હતો અને તબીબોને તત્કાલિક જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને ઘાયલોની યોગ્ય કાળજી લેવાનો નિર્દેશ આપ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે.'

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત સરકાર તરફથી ઈજાગ્રસ્તોની સઘન સારવાર ઉપરાંત સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh