Advertisement
Author: નોબત સમાચાર

જાહેર રસ્તા પરથી નીકળવાની મનાઈ કરી ધમકી આપવા અંંગે કરાઈ ફરિયાદ

કાલાવડના ડુંગરાળી દેવરીયાના શખ્સ સામે ગુન્હોઃ

જામનગર તા. ૨૦: કાલાવડના ડુંગરાળી દેવરીયા ગામ પાસે કામ કરતી ઓપેરા એનર્જી નામની પવનચક્કીની કંપનીના પ્રોજેક્ટ મેનેજરે ત્રણ મહિના પહેલાં એક શખ્સે જાહેર રસ્તા પરથી નીકળવાની મનાઈ કરી રૂ.૫ લાખ માંગ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવરીયા ગામના સીમ વિસ્તારમાં ત્રણેક મહિના પહેલાં ઓપેરા એનર્જી પ્રા.લિ. નામની પવનચક્કીની કંપનીના પ્રોજેક્ટ મેનેજર આનંદ રામભાઈ બોદર તથા અન્ય સાથી કર્મચારીઓ જતા હતા.

આ વેળાએ ડુંગરાળી દેવરીયા ગામના જ રામદેવ પરબતભાઈ ઓડેદરા નામના શખ્સે તેમને રોકી લઈ જાહેર રસ્તા પર ચાલવાની મનાઈ કરી રૂ.૫ લાખની માગણી કર્યાની અને ગાળો ભાંડી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આનંદ બોદરે ગઈકાલે કાલાવડ પોલીસ મથકમાં નોંધાવી છે. પીઆઈ એન.બી. ડાભીએ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ફરિયાદમાં જેની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે તે રામદેવ ઓડેદરાએ થોડા દિવસો પહેલાં એક વિવાદિત ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh