Advertisement
Author: નોબત સમાચાર

શેઠવડાળામાં છ મહિના પૂર્વે થયેલી હત્યાના આરોપીની જામીન અરજી રદ્દ

બાળકોના ઝઘડામાં મોટેરા બાખડ્યા હતાઃ

જામનગર તા. ૨૦: જામજોધપુરના શેઠવડાળામાં સાથે રમતા બાળકોના ઝઘડા માં ગયા જુન મહિનામાં પાડોશી વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં એક જૂથના હુમલામાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી. જેલહવાલે થયેલા આરોપી પૈકી એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.

જામજોધ૫ુર તાલુકાના શેઠવડાળા ગામમાં જમાઈપરા સોસાયટીમાં ગઈ તા.૧૦-૬-૨૪ના દિને બાળકોના ઝઘડામાં બે પરિવાર વચ્ચે બોલાચાલી થયા પછી પિયુષભાઈ ભાણજીભાઈ વિરમગામા, રમેશ ભાણજીભાઈ વિરમગામા વગેરે પર પાડોશી પ્રકાશ બાબુભાઈ મકવાણા, બાબુ બચુભાઈ મકવાણા, કાનજી બચુભાઈ, રણછોડ બચુભાઈ, રવિ બાબુભાઈ, દયાબેન બાબુભાઈ, રામજી બચુભાઈ નામના વ્યક્તિઓએ લાકડીથી હુમલો કર્યાે હતો.

આ હુમલામાં ઘવાયેલા રમેશભાઈ વિરમગામાનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતકના ભાઈ શૈલેષ વિરમગામાની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના પ્રકાશ બાબુભાઈએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે મૂળ ફરિયાદીના વકીલ રણમલ કાંબરીયા તેમજ સરકારી વકીલ જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નકારી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh