Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગામના વારોતરિયા પરિવારે સદ્દગત વડીલોની સ્મૃતિમાં નિર્મિત
ભાટિયા તા. ૨૦: કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે વારોતરિયા પરિવાર દ્વારા નિર્મિત ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ રવિવારે સાંસદ પૂનમબેન માડમના હસ્તે થશે.
કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામના આહિર અગ્રણી સ્વ. મૂરૂભાઈ સાજણભાઈ વારોતરીયા (મુરુબાપા)ના સ્મણાર્થે ગામના શ્રી જડેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મેઈન બજાર પર શ્રી પીઠાભાઈ મુરૂભાઈ વારોતરીયા અને પરિવાર દ્વારા તેમના પિતાશ્રી સ્વ. મુરૂબાપાના અવસાન બાદ તેમની કાયમી યાદી જળવાઈ રહે તે માટે તેમની યાદમાં બાકોડી ગામને ભવ્ય નવનિર્મિત પ્રવેશદ્વાર બનાવી આપેલ છે, તેમજ બાજુમાં વર્ષો પુરાણું શિવજીનું મંદિર, શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તેનું સંપૂર્ણ રીનોવેશન ખર્ચ પણ શ્રી પીઠાભાઈએ કરાવી આપેલ છે તો આ ભવ્ય નવનિર્મિત પ્રવેશદ્વારનું શુભ ઉદ્ઘાટન/લોકાર્પણ પ્રસંગ આગામી તા. ૨૨-૧૨-૨૦૨૪ રવિવારના જામનગર. દ્વારકાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમના શુભ હસ્તે કરીને બાકોડી ગામને આ ભવ્ય નવનિર્મિત પ્રવેશદ્વાર અર્પણ કરવામાં વ્વશે.
આ શુભ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરા, આપણા દ્વારકા કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેક સહિત મોટી સંખ્યામાં જિલ્લા-તાલુકાના અને વિસ્તારના રાજકીય સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને બાકોડી, કેશવપુર, નારણપુર અને ગણેશગઢ આ ચારેય ગામ ઘર દિઠ એક જણને જમવાનું નોતરૃં તેમજ સગા સંબંધીઓ સહિત લગભગ અંદાજીત ૧૮૦૦ થી ૨૦૦૦ માણસનું ભોજન પ્રસાદી-જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
નવનિર્મિત પ્રવેશદ્વારનું શુભ ઉદ્ઘાટન તા. ૨૨-૧૨-૨૦૨૪, રવિવાર સાંજના ૭:૩૦ કલાકે અને ભોજન/પ્રસાદી સાંજના ૮:૩૦ વાગ્યે તથા રાત્રે ૧૦:૩૦ ગ્યાથી બજાણા ગામની પ્રખ્યાત કાનગોપી કીર્તન મંડળી સહિતના કાર્યક્રમો જય મુરલીધર આહિર સમાજ વાડીએ યોજાશે.
કાનગોપી કીર્તન મંડલીમાં જે કાંઈ ફંડ-ફાળો થશે તે તમામ રકમ બાકોડી ગામનાં સ્મશાન ગૃહના નવિનીકરણ માટે વાપરવામાં આવશે. તેમ પીઠાભાઈ વારોતરીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial