Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનિમલ કેર ટ્રસ્ટે જિલ્લા તંત્ર તથા મુખ્યમંત્રીને કરી રજૂઆત
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા શહેરની નજીકના ગ્રામ પંચાયત વિસ્તારોમાં ગૌચરની જમીનો પર માફીયાઓ દ્વારા દબાણો થયા હોવાની રાવ ઉઠી છે. જે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઈ છે.
ખંભાળિયા શહેરની તદ્દન નજીક આવેલા ગ્રામ પંચાયતના વિસ્તારો ધરમપુર, રામનગર, શકિતનગર તથા હર્ષદપુર વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનો પર વ્યાપક દબાણ થયું હોય ખંભાળિયાની જાણીતી માનવતાવાદી તથા પશુઓ પક્ષીઓની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકા તથા રાજયના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરીને આ ચાર ગ્રામ પંચાયતોમાં આવેલી ગૌચરની જમીનો પર થયેલ દબાણો તાકીદે દૂર કરવા માંગ કરવામાં આવી છે.
ભૂમાફિયાઓએ ગૌચરની જમીન પણ છોડી નથી
ખંભાળિયાના નજીકના ગ્રામ પંચાયત વિસ્તારોમાં ધરમપુર, રામનગર, શકિતનગર તથા હર્ષદપુરમાં ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા દબાણો કરાયાનું આ સેવાભાવી સંસ્થાના બાનમાં આવતા તેમણે તાકીદે ગૌચરની જગ્યા ખાલી કરવા અરજદ કરી છે.
ગૌચરની જમીનો પર ગાયો માટે ધાસચારો આવી શકાય તથા ત્યાં ઉગે તેમાં ગાયો ચરી શકે તે માટે હોય છે તથા રામનગર ગ્રામ પંચાયતમાં તો બહુ મોટું ગૌચરની જમીન છે પણ તેમાં વ્યાપક દબાણ થઈ ગયું છે. તથા ગાયોની સરકારી જમીન જેની કિંમત કરોડો થાય છે તેના પર દબાણો હોય તાકીદે દૂર કરવા ખાસ માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial