Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્સપ્રેસ-વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણાઃ
નવી દિલ્હી તા. ર૦: હવે ગુજરાતથી પંજાબ જવાનું રોડ માર્ગે સરળ બનશે. આ કામ નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા કરશે. હકીકતમાં એનએચએઆઈ દ્વારા ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે પર કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ એક્સપ્રેસ-વે દ્વારા ૪ રાજ્યોની કનેક્ટિવિટી સુધરશે. જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી આ ચાર રાજ્યોને ફાયદો થશે.
એનએચએઆઈ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ અમૃતસર - જામનગર એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હાઈ-વેનો ૯૧પ કિ.મી.નો હિસ્સો ગ્રીનફિલ્ડ એલાઈનમેન્ટના આધારે બનાવવામાં આવશે. તેમાં ૪ થી ૬ લેન હશે. બાકીના ભાગને નેશનલ હાઈ-વેથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય ર૦૧૯ માં શરૂ થયું હતું. એવું માનવામાં આવે છે કે આ એક્સપ્રેસ-વેનું કામ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે અને રોડ પરની કામગીરી પણ શરૂ થઈ જશે.
માર્ગ અકસ્માતોને રોકવા માટે આ એક્સપ્રેસ-વે પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. હાલમાં હાઈ-વે પર ૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહન ચલાવવાની મંજુરી આપવામાં આવશે નહીં. દરેક કિલોમીટરે ઈમરજન્સી કોલ બોક્સ બનાવવામાં આવશે. અકસ્માત અથવા કટોકટીના કિસ્સામાં, એમ્બ્યુલન્સ તરત જ આવશે. એક્સપ્રેસ-વેના નિર્માણથી અમૃતસર અને જામનગર વચ્ચેનું અંતર ઘટીને માત્ર ૧રપ૬ કિ.મી. થઈ જશે, જે હાલમાં ૧૪૩૦ કિ.મી. છે. આ સાથે ર૬ કલાકની મુસાફરી ઘટીને ૧૩ કલાક થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial