Advertisement
Author: નોબત સમાચાર

ધિરાણ આપનાર પેઢીએ કરેલા ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા

ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવા આદેશઃ

જામનગર તા.૨૦ : જામનગરની એક પેઢી પાસેથી ધિરાણ મેળવનાર આસામીએ ચઢત થયેલા હપ્તાની ચૂકવણી માટે આપેલો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી તે કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવાનો અદાલતે આદેશ કર્યાે છે.

જામનગરના ધર્મેશ ખનુભાઈ રાઠોડ નામના આસામીએ ધાર્મી એન્ટરપ્રાઈઝ વાળા કૌશલ પાબારી પાસેથી રૂ.૧ લાખ ૧૦ હજારનું ધીરાણ મેળવ્યું હતું તેનો દર મહિને રૂ.૭૧૦૦નો હપ્તો ભરપાઈ કરવાનો હતો. તે હપ્તા ચઢત થઈ જતાં ધર્મેશ રાઠોડે ચૂકવણી માટે રૂ.૧૦૩૯૦૦ની રકમનો ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ધર્મેશ ખનુભાઈ રાઠોડને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વળતર ન ચૂકવાય તો વધુ છ મહિનાની કેદ ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એન. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh