Advertisement
Author: નોબત સમાચાર

એગ્રીવર્લ્ડ એક્સ્પો હેઠળ ૨૦ થી રર ડિસેમ્બર સુધી રાજકોટમાં દેશનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન યોજાશે

કૃષિલક્ષી અદ્યત્તન ટેકનોલોજી, ઉપકરણોનું બે હજારથી વધુ કંપનીઓ દ્વારા પ્રદર્શનઃ સેમિનારઃ દરરોજ લક્કી ડ્રો

રાજકોટ તા. ર૦: એગ્રીવર્લ્ડ એક્સ્પો-ર૦ર૪  હેઠળ રાજકોટમાં ર૦ થી રર-ડિસેમ્બર દરમિયાન ભારતનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન યોજાશે, જેમાં ર૦૦૦ થી વધુ કંપનીઓ અને સહભાગીઓ કૃષિને લગતી નવીન ટેકનોલોજી અને સાધનોનું પ્રદર્શન કરશે. આ દરમિયાન ખેડૂતો માટે ગુજરાતનું સૌથીમોટું બીટુબી અને બીટુસી પ્લેટફોર્મ, માહિતીપ્રદ સેમિનાર અને દરરોજ લક્કી ડ્રો થી ઈનામો જીતવાની તક સાંપડશે. સરપંચ કોન્કલેવમાં સૌરાષ્ટ્રના ૪૦૦ સરપંચોને સેમિનાર સત્રમાં બોલાવવામાં આવશે. એક્સ્પોની થીમ "ખેતી દેશની તાકાત" હેઠળ ખેડૂતોને સશક્ત બનાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને સક્ષમ બનાવવાની પહેલ કરવામાં આવી છે.

ભારતનું સૌથી મોટું બીટુબી અને બીટુસી કૃષિ પ્રદર્શન એગ્રીવર્લ્ડ એક્સપો ૨૦૨૪ રાજકોટમાં ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન શાસ્ત્રી મેદાનમાં યોજાશે. ખેડૂતોને સશક્ત બનાવીને ગ્રામીણ તેમજ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશથી આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમ કૃષિ ક્ષેત્રે નવીનીકરણ, ટેકનોલોજી, કૃષિ સંલગ્ન જ્ઞાનના આદાનપ્રદાન અને કૃષિ ક્ષેત્રે ઉદ્યોગો સાથે નેટવર્કિંગ માટેનું એક વિશિષ્ટ પ્લેટફોર્મ બની રહેશે. આ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ પ્રદર્શકો જોડાશે જેમાં જાણીતી કંપનીઓ અને સંસ્થાઓ સામેલ છે. ખેડૂતો અને સહભાગીઓ આધુનિક ટેક્નોલોજી અને કૃષિ ક્ષેત્રે સસ્ટેનેબલ પદ્ધતિ આત્મસાત કરે તે માટે આ એક્સપોનું આયોજન કરવામ ાં આવ્યું છે.

એક્સપોમાં નવીનીકરણ અને નેટવર્કિંગનો સમન્વય

એગ્રીવર્લ્ડ એક્સપો ૨૦૨૪માં કૃષિને લગતી વિવિધ મશીનરી, સાધનો, ઓર્ગેનિક ઉત્પાદો, સિંચાઇ પદ્ધતિઓ, ડેરી ટેક્નોલોજી, પાક સુરક્ષા તકનીકો અને તે સિવાય ઘણી વિશિષ્ટ બાબતોનો રજૂ કરવામાં આવશે. આ માત્ર એક્સપો નથી, પણ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નીતિ, નવીનીકરણ અને વર્તમાન સમયના પડકારો અંગેના સમાધાનો એકસાથે આવશે.

કૃષિ ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રના પ્રયાસોથી આજે તે ક્ષેત્રનો વિકાસ એક નવી ઊંચાઇએ પહોંચ્યો છે. આ સંપૂર્ણ એક્સ્પો *આત્મનિર્ભર ભારત* અને *સ્માર્ટ ગ્રામિણ વિકાસ* ના પ્રણેતાના સ્વપ્નને સાકાર કરવાનું એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જે વિચાર ધારા આપી છે, તે સહકાર અને નવીનતાના માર્ગે આગળ વધવાનું મક્કમ   પાયો છે.

કૃષિ ક્ષેત્રે રાજકોટ મહત્વપૂર્ણ

સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે રાજકોટ એ કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે એક પ્રમુખ કેન્દ્ર છે. ગુજરાતની ૫૦ ટકાથી વધુ કૃષિ જમીન આ વિસ્તાર સાથે સંકળાયેલી છે અને ઉત્તમ કનેક્ટિવિટી હોવાથી અહીં સરળતાથી પહોંચી શકાય છે. આ વિસ્તારમાં મજબૂત સહકારી અભિયાનથી ખેડૂતો સશક્ત બન્યા છે અને અહીંની ઉદ્યોગસાહસિક સંસ્કૃતિના લીધે વિવિધ કૃષિ સ્ટાર્ટઅપ્સ આગળ આવ્યા છે જે રોજગાર તથા સર્જનને પ્રોત્સાહન આપે છે.

ખેડૂતોનું સશક્તિકરણ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વેગ

આ એક્સપોની થીમ, ખેતી દેશની તાકાત છે જેનો ઉદ્દેશ ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપીને ખેડૂતોને આધુનિક સાધનો અને નવીન માહિતી પ્રદાન કરવાનો છે. પ્રદર્શનો, તાલીમ સત્રો અને નેટવર્કિંગની તકો દ્વારા આ એક્સપો ખેડૂતો, વ્યવસાયો અને નીતિ નિર્માતાઓ સાથે એક સહભાગિતા સ્થાપિત કરવા માંગે છે. જેથી વિકસિત ભારતમાં ખેતી એ દેશની તાકાત તરીકે ઉભરી આવે.

એક્સપોમાં સામેલ થતા સહભાગીઓને આધુનિક કૃષિ ટેક્નોલોજી અને પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ વિશે ઊંડી સમજ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને સંશોધકો સાથે નેટવર્કિંગ તથા સસ્ટેનેબલ કૃષિ પદ્ધતિઓને એક્સ્પ્લોર કરવાની અને તેના તેના ફાયદાની જાણકારી સહિતના ફાયદા થશે.

આ ઉપરાંત પ્રોડક્ટ ડિસ્પ્લેઃ નવીન સાધનો, મશીનરી અને ઓર્ગેનિક ફાર્મિંગને લગતા સમાધાનો વિશે મોટા પાયે પ્રદર્શન હેઠળ સેમિનાર અને વર્કશોપ્સ અંતર્ગત સિંચાઇ, ઓર્ગેનિક ફાર્મીંગ, પાક સુરક્ષા અને સરકારની નીતિઓ અંગેના સત્રો. જે વિષયો પર સેમિનાર આયોજિત થશે, તે આ પ્રમાણે છે, ખેતી ટકનોલોજીમાં પ્રવૃત્તિઓ અને નવીનતા, સસ્ટેનેબલ ખેતી અને તેના ફાયદા, પ્લાસ્ટીકલ્ચર, બાગાયત અને સિંચાઇ વ્યવસ્થા, પાક સુરક્ષા અને પોષણ, ડેરી ટેકનોલોજી અને સહકારમાં ક્રાંતિ, રિન્યુએબલ એનર્જી અને સરકારી નીતિઓ અને પહેલ. લાઇવ નિદર્શન હેઠળ આધુનિક ખેતીના સાધનોનું લાઇવ નિદર્શન, ટેકનોલોજીની પ્રેક્ટિકલ અમલવારીનું નિદર્શન તથા ભાગ લેનારા મુલાકાતીઓ માટે દરરોજ લકી ડ્રૉ દ્વારા ઇનામો જીતવાની તક મળશે.

ખેડૂતો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને નીતિનિર્માતાઓ માટે, એગ્રીવર્લ્ડ એક્સપો ૨૦૨૪ નીચેની બાબતો માટે સિંગલ વિન્ડો જેવું પ્લેટફોર્મ બની રહેશે. નવીન ટેકનોલોજી અને પદ્ધતિઓ વિશે માહિતી જે કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે, સરકારની નીતિઓ, સબસિડી અને સંસાધનો સુધી એક્સેસ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટેકહોલ્ડર્સ સાથે લાંબા ગાળાની ભાગીદારી તથા કૃષિ, ડેરી, પશુપાલન અને બાગાયત ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી સુનિશ્ચિત થઈ  શકે છે.

આયોજકોનો સંપર્કઃ

આ એક્સપોનું આયોજન થર્ડ આઇ એન્ડ એડવર્ટાઇઝિંગ દ્વારા સ્પાર્ક એક્ઝીબીશન્સ સાથે સહયોગમાં કરવામાં આવ્યું છે જેઓ એક્ઝીબીશન, કોર્પોરેટ તેમજ સરકારના મોટા કાર્યક્રમો કરવા માટે જાણીતી બ્રાન્ડ્સ છે. તેમની પાસે ઇવેન્ટ્સ અને એક્ઝિબિશનના તમામ વર્ટિકલમાં કામગીરીનો વિસ્તૃત અનુભવ છે. તેઓ સુનિયોજિત ઇવેન્ટ પ્લાનિંગ અને મેનેજમેન્ટ, આઉટડોર એડવર્ટાઇઝિંગ, લૉન્ચ ઇવેન્ટ્સ અને ડિજીટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં લાંબા સમયથી કાર્યરત છે.

કાર્યક્રમના આકર્ષણો

- પ્રદર્શકોઃ ૨ હજારથી વધુ જાણીતી કંપનીઓના ઉત્પાદો રજૂ કરવામાં આવશે જેમાં ખેતીને લગતા સાધનો, બાયો ફર્ટિલાઇઝર્સ, આધુનિક સિંચાઇ તકનીકો, ફુડ પ્રોસેસિંગ સાધનો અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સાધનોનો સમાવેશ છે.

- સરકારની સહભાગિતાઃ ગુજરાત અને કેન્દ્ર સરકારના વિભાગો તેમની કૃષિ ક્ષેત્રે પરિવર્તલ લાવનારી નીતિઓ અને નવી પહેલો વિશે જણાવશે.

- ઇન્ટરેક્ટિવ સત્રોઃ આ કાર્યક્રમમાં સેમિનાર, લાઇવ નિદર્શનો અને તજજ્ઞોની પેનલ દ્વારા ચર્ચાઓ યોજાશે. તેઓ વર્તમાન સમયની ઉભરતી ટેક્નોલોજી, સસ્ટેનેબલ પદ્ધતિઓ  અને ખેડૂતો માટે નાણાકીય સહાયતા વિશે મુલાકાતીઓને માહિતગાર કરાશે.

- સરપંચ કોન્ક્લેવઃ એગ્રીવર્લ્ડ એક્સપો ૨૦૨૪માં એક *સરપંચ કોન્ક્લેવ* યોજાશે, જેમાં સૌરાષ્ટ્રના ૪૦૦ સરપંચો સહભાગી થશે. આ સત્રમાં કૃષિ, ગ્રામીણ વિકાસ અને આર્થિક સશક્તિકરણના મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh