Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ-ખંભાળિયા વિસ્તારના રસ્તાના કામો માટે રૂપિયા ૩૧ કરોડની ફાળવણી

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની રજૂઆતને સફળતા !

ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય તથા રાજયના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાણવડ-ખંભાળિયામાં ૩૧ કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવાનું મંજુર કરાયું છે.

ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારનાં મહત્ત્વના ગામો ચોખંડા, ભંડારીયા, ભાણખોખરી તથા ભીંડા ગામોના રોડના મજબુતીકરણ તથા વિસ્તૃતી કરવા અને નવીનીકરણ માટે આ ૩૧ કરોડ ફાળવાયા છે. જેમાંથી ૧૯.૨૫ કિ.મી.ના નવા પહોળા રસ્તાઓ થશે જેથી સ્થાનિકો-ગ્રામજનોને આવાગમનમાં સરળતા રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh