Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધી સામે ભાજપ સાંસદની નોટીસઃ
નવી દિલ્હી તા. ર૦: સંસદમાં ગુરૂવારે થયેલી ધક્કામૂક્કી પછી આજે શિયાળુ સત્રના છેલ્લા દિવસે ફરી એકવાર આઈએનડીઆઈએ ગઠબંધન અને એનડીએ વચ્ચે ભારે માથાકૂટ જોવા મળી રહી છે. એક તરફ વિજય ચોકથી સંસદ સુધી વિપક્ષના સાંસદોએ રેલીનું આયોજન કરી દેખાવો કર્યા છે, તો બીજી બાજુ એનડીએના સાંસદોનું એક મોટું જુથ સંસદના પરિસરમાં જ કોંગ્રેસ વિરૂદ્ધ દેખાવ કરી રહ્યું છે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડરા અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડો. બી.આર. આંબેડકર વિરૂદ્ધ કરાયેલી ટિપ્પણી સામે આઈ.એન.ડી.આઈ.એ. ગઠબંધનના સાથી પક્ષો અને સાંસદો દ્વારા આયોજિત દેખાવોમાં સામેલ થયા હતાં. તેમણે ગઠબંધન વતી અમિત શાહના રાજીનામા અને માફીની માગ કરી હતી.
ભાજપ સાંસદોને ધક્કો મારવાના મામલામાં પાર્ટી દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ એફઆઈઆર પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેકે શહ્યું કે, 'ગૃહમંત્રી જે કહેશે તે દિલ્હી પોલીસ કરશે. ગૃહમંત્રીએ બી.આર. આંબેડકરનું અપમાન કર્યું અને અમે બધાએ તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી.'
કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, 'એનડીએ આ મુદ્દાને વાળવા માટે સુનિયોજિત ષડ્યંત્ર દ્વારા આ બધું ઘડ્યું હતું. તેમણે (ગૃહમંત્રી) માફી માંગવી જોઈએ. આ એફઆઈઆર રાહુલ ગાંધી વિરૂદ્ધ નથી, પરંતુ ડો. બી.આર. આંબેડકર વિરૂદ્ધ છે.' કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ વિરોધ પક્ષો દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પહોંચ્યા અને તેમના રાજીનામાની માંગ કરી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial