Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝડપાયેલા આરોપીએ અન્ય બેના નામ આપ્યાઃ
જામનગર તા. ૨૦: ભાણવડના શિવા ગામ પાસે બુધવારે રાત્રે મોટરમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમી પરથી વોચમાં રહેલી દ્વારકા એલસીબીએ ગજાભી આંબરડી ગામના શખ્સને દારૂની ૧૮૦ બોટલ સાથે પકડી પાડ્યો છે. તેણે બે સાગરિતના નામ આપ્યા છે. દારૂ, મોટર સહિત રૂ.૩,૧૮,૦૭૬નો મુદ્દામાલ કબજે કરાયો છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામ પાસેથી દારૂની મોટરમાં હેરાફેરી થઈ રહી હોવાની બાતમી દ્વારકા એલસીબીને મળતા પીઆઈ કે.કે. ગોહિલની સુચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા સહિતના સ્ટાફે ત્યાં વોચ ગોઠવી હતી.
તે દરમિયાન રાત્રે એક વાગ્યે જીજે-૧૦-સીએન ૪૩૧૬ નંબરની મોટર સતાપર ગામ બાજુથી આંબરડી ત્રણ પાટીયા તરફ દોડી જતી જોવા મળતા એલસીબી સ્ટાફે તેને રોકાવી તલાશી લીધી હતી. તે મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૮૦ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે ભાણવડના ગજાભી આંબરડી ગામના અમિત નારણભાઈ ચાવડાની અટકાયત કરાઈ છે.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે પોતાના સાગરીત વનરાજ તથા પોરબંદર જિલ્લાના કુતીયાણા તાલુકાના ચોવટા ગામના રવિ ઉર્ફે સુનિલ અરશીભાઈ વરૂનું નામ આપ્યું છે. એલસીબીએ મોટર, એક મોબાઈલ, રૂ.૧૧૩૦૭૬નો દારૂ મળી કુલ રૂ.૩,૧૮,૦૭૬ નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય શખ્સ સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial