Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાર એસો.ની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક કરાયું મતદાન

એડવોકેટ કેતનભાઈ નાખવાના માતાના નિધન છતાં પરિવારના પાંચ એડવોકેટે મતદાનની ફરજ પૂર્ણ કરીઃ

જામનગરના બાર એસોસિએશનના બિનહરિફ થયેલા ઉમેદવાર સિવાયના ઉમેદવારો માટે આજે ન્યાયાલય સ્થિત વકીલમંડળના ખંડમાં મતદાન યોજવામાં આવ્યું હતું. એસોસિએશનના ૧૧૧૪ મતદારોએ નવા વર્ષના સૂત્રધારોની વરણી માટે ઉત્સાહપૂર્વક મતદાન શરૂ કર્યું હતું. એડવોકેટ બી.ડી. ગોસાઈ સહિતના એડવોકેટ્સ ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. મતદાન પૂર્ણ થયા પછી આજે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. જામનગરના એડવોકેટ અને નગરસેવક કેતનભાઈ નાખવાના માતાનું નિધન થયું છે. તેઓનું ઉઠમણું આજે છે પરંતુ તે પહેલાં સૂત્રધારોની વરણી માટે મતદાન હોવાથી કેતનભાઈ તથા તેમના પરિવારના અન્ય ચાર એડવોકેટ મતદાન માટે આવ્યા હતા. તેઓએ ભારે શોકની લાગણી વચ્ચે પણ મતદાનની ફરજ પૂરી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh