Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીગ કોલોનીમાં અગિયાર દિવસ માટેની શિબિરઃ
જામનગર તા. ૨૦: જામનગરના પતંજલી યુનિટ દ્વારા મીગ કોલોનીમાં અગિયાર દિવસ માટે તા. ૧૯-૧૨ થી તા. ૨૯-૧૨ સુધી વિનામૂલ્યે મોટાપા નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરનું ઉદ્ઘાટન યોગ ગુરૂ સોઢાના હસ્તે કરાયું હતું. તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરી પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ્ નો અર્થ સમજાવી આહાર અંગે જ્ઞાન આપ્યું હતું. સ્વાગત પ્રવચન મીનાબેન દાસાણીએ કર્યું હતું. આભાર દર્શન રમેશભાઈ ચૌહાણે કર્યું હતું.
પ્રથમ દિવસના સત્ર દરમ્યાન રમેશભાઈ, મીનાબેન દાસાણીએ તાલીમ સાથે સંચાલન કર્યું હતું. હિરેનભાઈ તથા શિતલબેને સહયોગી તરીકે સેવા આપી હતી.
ખાસ કરીને આજના યુગમાં જીમ-વર્ક આઉટ તથા ડાયેટ પ્લાન પાછળ હજારો રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે તેવા સમયે પ.પૂ. રામદેવજી મહારાજની ઈચ્છા-થીયરી-યોગ વિજ્ઞાનના માધ્યમથી પતંજલિ યોગ યુનિટ જામનગર સંપૂર્ણપણે વિનામૂલ્યે મોટાપો દૂર કરવાની શિબિર ચલાવી રહ્યા છે. તેમા યૌગીક જોગીંગ-કસરત-ખાનપાન સુધારણા તેમજ યોગ પ્રાણાયામના સચોટ કોમ્બીનેશનથી મોટાપા નિવારણ માટે પરિણામલક્ષી કાર્ય થઈ રહ્યું હોય શિબિરમાં જોડાવા મહિલા જિલ્લા પ્રભારી મીનાબેન દાસાણી દ્વારા આહવાન-અપીલ કરવામાં આવેલ છે. ૧૧ દિવસ ચાલનારી આ શિબિરમાં પતંજલી ટીમના શિક્ષકો-યોગ ગ્રુપ-સ્વયંસેવકો શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ પતંજલી મહિલા જિલ્લા પ્રભારી-શિબિરના સંચાલક મીનાબેન દાસાણીએ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial