Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરટીજીએસ ફોર્મમાં નામ-નંબર અંગે ન કરાઈ ચકાસણીઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક મહિલા આસામીએ ખાનગી બેંકમાં રહેલા પોતાના ખાતામાંથી રકમ અન્ય આસામીના ખાતામાં ટ્રાન્સફર કરવા આરટીજીએસ કર્યા પછી બેંકની ભૂલના કારણે તે રકમ આસામીને મળી ન હતી. બેંક સામે સેવાકીય ખામી બદલ ગ્રાહક ફોરમમાં ધા નખાઈ હતી. ફોરમે તે રકમ વ્યાજ સાથે ચૂકવવા ખાનગી બેકને હુકમ કર્યાે છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી તામિલનાડુ મર્ચન્ટ બેંકમાં એક પેઢીના પ્રોપરાઈટર ઝાકીયાખાન ઝાકીરહુસેન નામના મહિલાનંુ ખાતુ આવેલું હતું. જેમાં તેઓ બેંકને ચાર્જ આપી સેવા મેળવતા હતા.
તે દરમિયાન ખાતેદારે પોતાના ખાતામાંથી રૂ.૪ લાખ ભરપાઈ કરવા આરટીજીએસ પણ ભર્યું હતું. તે રકમ ખાતામાંથી કપાઈ પણ ગઈ હતી પરંતુ જે પેઢીને તે રકમ આપવાની હતી તેના ખાતામાં જમા થઈ ન હતી. તેથી ખાતેદારે બેંકના પ્રબંધકનો સંપર્ક કરી તપાસ માટે વિનંતી કરી હતી તેથી બેંકે જે એકાઉન્ટ નંબર લખાયા હતા તેમાં રકમ જમા થઈ હોવાનું જણાવ્યું હતું. જો કે ખાતેદારે જે તે પાર્ટીનું નામ ફોર્મમાં લખ્યું હોવા છતાં બેંક દ્વારા નામ અને એકાઉન્ટ નંબર સરખાવ્યા વગર જ ચેક ક્લિયર કરી આપવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.
બેંકે નામ તથા ખાતા નંબર અલગ હોય તો ક્લિયરીંગ રોકવાનું થતું હોવા છતાં ખાતેદારનો ચેક બીજાના એકાઉન્ટમાં જમા કરી રૂ.૪ લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ જામનગર ગ્રાહક તકરાર ફોરમમાં કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમે રૂ.૪ લાખ ૬ ટકાના વ્યાજ સાથે અને ત્રાસ તથા ખર્ચ પેટે રૂ.૧૦ હજાર અલગથી ચૂકવવા બેંકને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ તથા મિતુલ મલ્કાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial