Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ સ્વાસઃ
નવી દિલ્હી તા. ર૦: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું આજે સવારે નિધન થઈ ગયું. તેમણે ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ભારતીય રાષ્ટ્રીય લોકદળ તરફથી હરિયાણાના ૭ મા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભારતના છઠ્ઠા નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલાના પુત્ર હતાં. તેઓ ભારતીય રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ હતાં.
સીબીઆઈ કોર્ટે ર૭ મે ર૦રર માં ૧૬ વર્ષ જુના અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચૌટાલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. વધુમાં દિલ્હીની સીબીઆઈ કોર્ટે તેમને પ૦ લાખ રૂપિયાનોદંડ પણ ફટકાર્યો હતો. આ સજા સાથે ચૌટાલા ૮૭ વર્ષની વયે દિલ્હીની તિહાર જેલના સૌથી વૃદ્ધ કેદી બન્યા હતાં.
જૂન ર૦૦૮ માં ઓપી ચૌટાલા અને અન્ય પ૩ સામે હરિયાણા રાજ્યમાં ૧૯૯૯-ર૦૦૦ દરમિયાન ૩,ર૦૬ જુનિયર બેઝિક શિક્ષકોની નિમણૂકના સંબંધમાં આરોપ મૂકવામાં આવ્યા હતાં. જાન્યુઆરી ર૦૧૩ માં નવી દિલ્હીની કોર્ટે ચૌટાલા અને તેમના પુત્ર અજયસિંહ ચૌટાલાને આઈપીસી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. ચૌટાલાને ૩,૦૦૦ થી વધુ અયોગ્ય શિક્ષકોની ગેરકાયદેસર ભરતી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતાં. તેમની સજા દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે યથાવત્ રાખી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial