Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીનો ટ્રાવેલ્સ મારફત મોકલાવેલો મોબાઈલ ઓળવી ગયાની રાવ

ઉંઝાના ડ્રાઈવરે ઓફિસમાં જમા ન કરાવ્યોઃ

જામનગર તા.ર૦ : જામનગરના એક વેપારીએ ઉંઝાના વેપારીને મોકલવા મોબાઈલ પાર્સલમાં મૂકી એક ટ્રાવેલ્સની ઓફિસમાં આપ્યા પછી તે પાર્સલ ઉંઝાના એક ટ્રાવેલ્સનો ડ્રાઈવર ડિલિવરી આપવા લઈ ગયો હતો. તે પાર્સલ છ મહિના સુધી ન મળતા આખરે ડ્રાઈવર સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નં.૬૫માં રહેતા અને મોબાઈલની દુકાન ચલાવતા નવીન શંભુભાઈ ચાંદ્રા નામના વેપારીએ મહેસાણા જિલ્લાના ઉંઝામાં આવેલી કેસર મોબાઈલ નામની દુકાનવાળા આકાશભાઈને વન પ્લસ કંપનીનો મોબાઈલ પહોંચાડવા માટે જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીક આવેલી ડિસ્કવરી ટ્રાવેલ્સ નામની ઓફિસનો સંપર્ક કર્યાે હતો.

ત્યાં તેઓએ ગઈ તા.૨૪ મેના દિને મોબાઈલનું કુરિયર તરીકે પાર્સલ આપ્યા પછી બીજા દિવસે તે પાર્સલ ન મળ્યું હોવાનો ફોન આવતા નવીનભાઈએ ટ્રાવેલ્સની ઓફિસનો સંપર્ક કર્યાે હતો. જ્યાંથી આ પાર્સલ ઉંઝાના પાટીદાર ટ્રાવેલ્સવાળા ડ્રાઈવર ગફુર પાર્સલ લઈ ગયા હોવાનું જણાવાયંુ હતું. આ શખ્સે પાર્સલ મેળવ્યા પછી જે તે વ્યક્તિને નહીં આપતા જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવીનભાઈએ મહેસાણા જિલ્લાના કટોસણ ગામના રહેવાસી અને પાટીદાર ટ્રાવેલ્સના ડ્રાઈવર ગફુર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh