Advertisement
Author: નોબત સમાચાર

સાઉદી અરેબિયામાંથી લિથિયમનો ભંડાર મળ્યો

જામનગર તા. ૨૦: સાઉદી અરેબિયા દેશ તેના વિશાળ તેલ ભંડાર અને કુદરતી ગેસ માટે વિશ્વમાં જાણીતો છે પરંતુ હવે તેને જેકપોટ લાગ્યો છે. સાઉદી અરેબિયાના દરિયાઈ વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. સાઉદી અરેબિયાની સરકારી પેટ્રોલીયમ અને કુદરતી ગેસ કંપની 'અરામ કો' એ તેલ ક્ષેત્રના પાઈલટ પ્રોજેકટના ભાગરૂપે લિથિયમ કાઢવાનું શરૂ કર્યું છે.

સાઉદી અરેબિયાના ખાણકામ બાબતોના નાયબ મંત્રી ખાલિદ-બિન-સાલેહ-અલ-મુદૈફરે જાહેરાત કરી છે કે, રાજય લિથિયમના સીધા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં કોમર્શિયલ પાયલોટ પ્રોજેકટ શરૂ કરશે. આ પ્રોજેકટની જવાબદારી કિંગ અબ્દુલ્લા યુનિ. ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીને આપવામાં આવી છે.

સાઉદી અરબ ઈલેકટ્રીક કારનું હબ બનવા માંગે છે. ત્યારે લિથિયમના પ્રાપ્ત થયેલા ભંડારથી તેને ઘણો જ લાભ થશે. એક અહેવાલ પ્રમાણે વૈશ્વિક બજારમાં એક ટન લિથિયમની કિંમત લગભગ ૫૭.૩૬ લાખ રૂપિયા છે. વિશ્વબેંકના અનુમાન મુજબ ૨૦૫૦ સુધીમાં લિથિયમની વૈશ્વિક માંગમાં ૫૦૦ ટકાનો વધારો થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh