Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોમાં ૭ એસઆઈ અને ૩૩ એસએસઆઈની બદલી

તાજેતરમાં એક એસએસઆઈ લાંચ લેતા ઝડપાયા પછી

જામનગર તા. ર૦: જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા ૭ એસઆઈ અને ૩૩ એસએસઆઈની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. તાજેતરમાં એક એસએસઆઈ લાંચના ગુનામાં ઝડપાયા હતાં. ત્યારપછી બદલીના આ હુકમો થયા હતાં.

જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં ફરજ બજાવતા પંકજ ગોહિલ, રાજીવ દત્તાણી, રમેશ બાબરિયા, અશોક નાઈ, દિપક પટેલ, શશીકાંત ડામોર અને ઉર્વીશ પટેલ નામના સાત સેનેટરી ઈન્સ્પેક્ટરની તેમજ અલગ અલગ વોર્ડમાં ફરજ બજાવતા ૩૩ સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ કરતો આદેશ સોલીડ વેસ્ટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં એક એસએસઆઈને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતાં, ત્યારપછી બદલીના આ આદેશ થયા હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh