Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના
જામનગર તા. ૨૦: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસરમાં આયોજીત મહોત્સવમાં થનારા મુસાફરી ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. ડિવિઝન જામનગર દ્વારા ખાસ વધારાની બસ દોડાવવામાં આવશે.
તા. ૨૫થી ૨૯ ડિસેમ્બર સુધી સીદસરમાં શ્રી સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આથી ત્યાં દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં આવનાર હોવાથી જામનગર એસ.ટી. ડિવિઝનનાં વિભાગીય નિયામક દ્વારા વધારાની બસ દોડાવવામાં આવનાર છે. જેમાં જામનગરની સીદસર (ભાડું રૂ. ૧૩૫), લાલપુરથી સીદસર (રૂ. ૧૧૫), જામજોધપુરથી સીદસર (રૂ. ૨૦), ખંભાળિયાથી સીદસર (રૂ. ૧૨૫), ભાણવડથી સીદસર (રૂ. ૬૫), ધ્રોલથી સીદસર (રૂ. ૧૬૦) અને જોડીયાથી સીદસર (રૂ. ૧૭૫) બસ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ વિગત માટે એસ.ટી.ના અધિકારી જે.બી. ઈસરાણી (૬૩૫૯૯ ૧૮૫૨૯) નો સંપર્ક કરવો.