Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિમંત્રીને રજૂઆત
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રોની સંખ્યા વધારવા ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રી એમ.ડી. ચોપડા દ્વારા રાજયના કૃષિમંત્રીને રજૂઆત કરીને દ્વારકા જિલ્લામાં મગફળીના ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રોની સંખ્યા તાકીદે વધારવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં કિસાન સંઘ દ્વારા જણાવાયેલ કે દ્વારકા જિલ્લામાં અનેક સ્થળો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ધીમી ચાલે છે. કેટલીક વખત બારદાન ઉપરથી ના આવે કે ઓછા આવે એક-બે દિવસ ખરીદી કેન્દ્રો પણ બંધ રહેતા હોય છે. તો બીજી બાજુ ખેડૂતે મગફળી તૈયાર કરીને ખેતરમાં રાખી હોય તેનં ધ્યાન રાખવું કુદરતી કે માનવ સર્જીત નુકસાનથી બચાવવું મુશ્કેલ થતું હોય મગફળીના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રો તાકીદે વધારવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial