Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૨ વર્ષ પહેલાં જામનગર એસીબીએ નોંધ્યો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૦: જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોજદાર તથા પોલીસકર્મીએ દારૂબંધી ભંગના એક ગુન્હામાં ઝડપાયેલા આરોપીના મિત્રનું નામ સહઆરોપી તરીકે નહીં ખોલવા તથા સ્કૂટર કબજે નહીં કરવા તેમજ આરોપીને જામીન પર છોડવા માટે લાંચ માંગ્યાની ફરિયાદ એસીબીમાં થયા પછી બંને આરોપીની ધરપકડ કરાઈ હતી. અદાલતે ફોજદાર તથા પોલીસ કર્મચારીને ચાર-ચાર વર્ષની સજા તથા દંડ ફટકાર્યા છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૨ના ઓક્ટોબર મહિનામાં એક શખ્સને પોલીસે દારૂબંધી ભંગના ગુન્હામાં પકડી પાડ્યો હતો. દેશી દારૂના આ કેસમાં તે શખ્સને જામીન પર છોડવા માટે તત્કાલિન પીએસઆઈ દશરથસિંહ ભગુભા ઝાલાએ રૂ.૧૫ હજારની લાંચ માગ્યાની ફરિયાદ આ શખ્સે લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં નોંધાવી હતી.
આ ફોજદારના કહેવાથી તે પોલીસ સ્ટેશનના કર્મચારી મહાવીરસિંહ હેમતસિંહ વાઢેરે રૂ.૫ હજાર સ્વીકારી બાકીના રૂ.૧૦ હજાર આપી જવાનો વાયદો મેળવ્યો હતો અને આરોપીના મિત્રને આ ગુન્હામાં સહઆરોપી તરીકે નહીં જોડવા તેમજ તે શખ્સનું સ્કૂટર પણ કબજે નહીં કરવા વધુ રૂ.૩૦ હજારની માગણી કરી હતી.
ઉપરોક્ત ફરિયાદ એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાતા તત્કાલિન પીઆઈ એચ.પી. દોશી તથા સ્ટાફે ગઈ તા.૩૧-૧૦-૨૦૧૨ના દિને છટકુ ગોઠવી આરોપીને લાંચની રકમ લેતાં પકડી પાડ્યો હતો અને ફોજદાર તથા પોલીસ કર્મચારી સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં ખાસ અદાલતના ન્યાયમૂર્તિ વી.પી. અગ્રવાલએ ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીને ચાર વર્ષની કેદની સજા અને દંડનો હુકમ કર્યાે છે. સરકાર તરફથી પીપી હેમેન્દ્ર ડી. મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial