Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીએ કરી હતી ફરિયાદઃ
જામનગરના બે આસામીએ સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીમાંથી લોન મેળવ્યા પછી આપેલા ચેક પરત ફર્યાની બંને સામે રાવ કરવામાં આવી છે. કોર્ટે બંનેને તક્સીરવાન ઠેરવી છ મહિનાની જેલી સજા તેમજ ચેક મુજબની રકમ ભરપાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ શૈલેષ કારાભાઈ વાડોલીયા તેમજ અજય બાબુભાઈ ધ્રાંગીયાએ સોસાયટી પાસેથી લોન મેળવી હતી. તે લોન ભરપાઈ કરવા બંનેએ ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફર્યા હતા. ત્યારપછી સોસાયટીએ બંને સભાસદને નોટીસ ફટકારી હતી. કોર્ટે આરોપીઓને તક્સીરવાન ઠરાવી છ માસની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.૧૭,૫૫,૧૭૧ અને રૂ.૪૮,૪૪૧નો દંડ ફટકાર્યાે છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા તેમજ જયદીપસિંહ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial