Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કરતા પૂનમબેનઃ
જામનગર તા. ૨૦: ગુજરાત સ્ટેટ રોડ ડેવલપેમન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાલારના એક રોડને વિકાસકામો અંતર્ગત આવરી લેતા સંસદસભ્ય પૂનમબેન માડમે આભાર વ્યકત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કંડારેલા પથ પર ગુજરાતમાં સર્વાંગી વિકાસને તબક્કાવાર ગતિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેવા - સમર્પણ - સંકલ્પના સિદ્ધાંતોને અપનાવ્યા છે જે અંતર્ગત સુવિધાઓના પણ વિકાસ અંગે સરકાર કક્ષાએ સમીક્ષા થતી રહે છે.
વિકાસ માટે અલગ અલગ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન જરૂરી છે અને ટ્રાન્સપોર્ટેશન સુગમ કરવા માટે મજબૂત રોડ નેટવર્ક જરૂરી છે જેનાથી દૂર દૂરના કે છેવાડાના એક મથકથી બીજુ મથક જોડાય છે ત્યારે રોડ માળખાને વધુ મજબુતી આપવા વધુ કાર્યક્ષમ બનાવવા તેમજ કનેકટીવીટી વધુ સુગમ બનાવવા કાર્યરત ગુજરાત રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે હંમેશાં ધંધા ઉદ્યોગના વિકાસ માટેના રોડ માળખાને પ્રાધાન્ય આપ્યું છે. જેથી રાજયના અગત્યના માર્ગોના ડેવલપેમન્ટની કામગીરી વધુ ગતિશીલ બની રહી છે. જેમાં હાલારના જનસુખાકારીના વિવિધ કાર્યો કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અવિરત હાથ ધરાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial